બૉલીવુડ ફિલ્મોએ Englishને બનાવી દીધી Funny Language...
મુંબઈ, 16 ઑક્ટોબર : વર્ષો પહેલા આવેલી ફિલ્મ નમક હલાલમાં અમિતાભ બચ્ચનને અંગ્રેજી ભાષા નહોતી આવડતી. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં એક ડાયલૉગ બોલ્યા હતાં, ‘આઈ કૅન ટૉક ઇંગ્લિશ, આઈ કૅન વૉક ઇંગ્લિશ, બિકૉઝ ઇંગ્લિશ ઇઝ ઍ ફન્ની લૅંગ્વેજ.' હવે આ લૅંગ્વેજ ફન્ની હોય કે ન હોય, પણ બૉલીવુડે ધમે-ધીમે આ લૅંગ્વેચને સાચે જ ફન્ની બનાવી દીધી છે. આજકાલ દરેક ફિલ્મમાં ફન્ની ઇંગ્લિશનું ટ્રેંડ ચાલી નિકળ્યું છે.
થોડાક વર્ષ અગાઉ આવેલી રંગીલા ફિલ્મમાં આમિર ખાન પણ અંગ્રેજી નહોતા જાણતા. આમિરે આ ફિલ્મમાં ફન્ની ઇંગ્લીશ બોલી કે જે લોકોને બહુ ગમી. બે વર્ષ અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાનને અંગ્રેજી નહોતી આવડતી અને કૅટરીના કૈફ તેમને અંગ્રેજી શીખવાડે છે. શાહરુખ ખાન ખોટી રીતે અંગ્રેજી બોલતા દેખાયાં અને ફૅન્સને તેમનો અંદાજ ગમ્યો પણ ખરો. એટલુ જ નહીં, તાજેતરની ફિલ્મો હૈદર, હૅપ્પી ન્યુ ઈયરમાં પણ ફન્ની ઇંગ્લિશ નજર આવી રહી છે.
તો ચાલો સ્લાઇડર વડે જાણીએ બૉલીવુડ ફિલ્મોમાં ફન્ની ઇંગ્લિશ ડાયલૉગ્સ :

હૅપ્પી ન્યુ ઈયર-દીપિકા પાદુકોણે
ફરાહ ખાન દિગ્દર્શિત આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરના પ્રોમોમાં દીપિકા પાદુકોણે એટલે કે મોહિનીને ફન્ની ઇંગ્લિશ બોલતા દર્શાવાઈ છે. મોહિનીનો ડાયલૉગ છે - "Eaji (easy) lagta hai kya Mohini ka dance? Eaji nehi hai."

હૅપ્પી ન્યુ ઈયર-અભિષેક બચ્ચન
હૅપ્પી ન્યુ ઈરમાં અભિષેક બચ્ચન પણ ફન્ની ઇંગ્લિશ બોલતા દર્શાવાયાં છે. જ્યારે અભિષેક બોલે છે, ‘મુઝે ઇંગ્લિશ બોલની આતી હૈ ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ...'

જબ તક હૈ જાન-શાહરુખ ખાન
જબ તક હૈનમાં શાહરુખને ઇંગ્લિશ બોલતા નહોતુ આવડતું અને કૅટ તેમને શીખવાડે છે. શાહરુખનો ડાયલૉગ છે, "In one month you singing like Lata Mangeshkar and I do fata-fata constipation (conversation) with goras in tip-top gora English."

દાવત એ ઇશ્ક-આદિત્ય રૉય કપૂર
તાજેતરમાં જ રિલીઝ થયેલી દાવત એ ઇશ્ક ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર પણ ફન્ની ઇંગ્લિશ બોલે છે. આદિત્યનો ડાયલૉગ છે, ‘Myself big boss haidari kabab..I order cheap and best.'

હૈદર-શ્રદ્ધા કપૂર
હૈદરમાં શ્રદ્ધા કેટલાક અંગ્રેજી શબ્દો ફન્ની રીતે બોલતા દર્શાવાયા છે. જ્યારે તે શાહિદને કહે છે, "I lov-ed you more than my life"

રંગીલા-આમિર ખાન
આમિર ખાને રંગીલામાં ફન્ની ઇંગ્લિશ બોલી છે. ઉર્મિલા માતોંડકર સાથે જ્યારે આમિર ફાઇવ સ્ટાર હોટેલમાં જાય છે, ત્યારે વેટર પૂછે છે કે "what would you like to order sir?" આમિર જવાબ આપે છે, "Ya, good good."

નમક હલાલ
નમક હલાલ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને અંગ્રેજી નહોતી આવડતી, પરંતુ રણજીત સામે તેમણે જે અંગ્રેજી ડાયલૉગ બોલ્યો, તે આજે પણ પ્રખ્યાત છે. અમિતાભનો ડાયલૉગ હતો, "I can talk English, I can walk English, I can run English... because English is a very phunny language."












Click it and Unblock the Notifications
