વર્ષો પછી ફરી ચર્ચામાં સની-ડિમ્પલનો પ્રેમ,ટ્રોલ થયા જમાઇરાજા
ડિમ્પલ કાપડિયા અને સની દેઓલનો અફેર હજુ પણ યથાવત છે. વર્ષો પહેલાં દબાઇ ગયેલી આ બંનેના અફેરની ખબરોએ ફરી એકવાર જોર પકડ્યું છે અને તેનું કારણ છે, ડિમ્પલ કાપડિયા અને સની દેઓલનો એક વીડિયો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને આથી જ સની દેઓલ અને ડિમ્પલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
|
સની-ડિમ્પલનો વીડિયો
આજના ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયાથી બચવું લગભગ અશક્ય છે, ખાસ કરીને સેલિબ્રિટીઝ માટે. સની અને ડિમ્પલનો આ વીડિયો કમાલ આર ખાનના ઓફિશયલ એકાઉન્ટ પર પોસ્ટ થયો છે, જેમાં બંને લંડનના એક બસ સ્ટોપ પર એકબીજાનો હાથ પકડીને બેઠેલા જોવા મળે છે.

સુંદર કપલ: કમાલ આર. ખાન
આ વીડિયો સાથે કમાલ આર. ખાને લખ્યું છે, સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા પોતના હોલિડેની મજા માણી રહ્યાં છે. આ કપલ ખૂબ સુંદર છે. મીડિયાના એહવાલો અનુસાર, આ વીડિયો ગત મહિનાનો છે, જે કોઇ ફેન દ્વારા લેવામાં આવ્યો હતો અને હવે વાયરલ થઇ રહ્યો છે.

નેગેટિવ કમેન્ટ્સ
આ વીડિયો વાયરલ થતાં જ લોકો સોશિયલ મીડિયા પર જાત-ભાતની કમેન્ટ કરી રહ્યાં છે. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા ઉપરાંત લોકો ટ્વીંકલ ખન્ના અને અક્ષય કુમારને પણ ટ્રોલ કરી રહ્યાં છે. આ વીડિયો પર આવતી મોટા ભાગની કોમેન્ટ્સ નેગેટિવ છે.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા
સની અને ડિમ્પલને સાથે ચમકાવતી પહેલી ફિલ્મ હતી 'મંઝિલ મંઝિલ', જે 1984માં રિલીઝ થઇ હતી. 'મંઝિલ મંઝિલ'ના શૂટિંગ દરમિયાન જ બંનેનો અફેર શરૂ થયો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, એ સમયે સની દેઓલ પરિણીત હોવા છતાં તેમણે ડિમ્પલને પત્નીનું સ્થાન આપ્યું હતું. બંનેએ છુપાઇને લગ્ન કરી લીધા હોવાની વાતો પણ ઉડી હતી. લગભગ 11 વર્ષ સુધી બંનેનો અફેર ચાલ્યો હતો.

બંને હતા પરિણીત
ડિમ્પલ અને સની એકબીજાની નજીક આવ્યા ત્યારે બંને પરિણીત હતા અને ડિમ્પલ તો માતા પણ બની ચૂકી હતી. આથી બંનેએ સતત પોતાનું રિલેશન લોકોથી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં, આટલા વર્ષો પછી આખરે હકીકત બહાર આવીને રહી.

અક્ષય અને ટ્વીંકલ પણ થયા ટ્રોલ
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાએ પણ ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક સનીને અક્ષયના સસરા કહીને સંબોધી રહ્યાં છે, તો બીજી બાજુ ટ્વીંકલને સની અને ડિમ્પલ અંગે આર્ટિકલ કે બૂક લખવાની સલાહ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટ્વીંકલ ખન્ના પોતાના બોલ્ડ અને વ્યંગાત્મક નિવેદનો માટે જાણીતી છે. આથી લોકો હવે તેને આ વીડિયો પર ટિપ્પણી કરવાનું કહી રહ્યાં છે.