• search

Unknown Facts: શાહરૂખ ખાન વિષે તેવી વાતો જે તમે નહીં જાણતા હોવ

ગુજરાતની પ્રસિદ્ધ અડાલજની વાવમાં હાલ બોલીવૂડના બેતાઝ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની ફિલ્મ રઇસનું શૂટિંગ ચાલે છે. અને શાહરૂખ ખાન પણ હાલ દિલ્હી, અમદાવાદ વચ્ચે ઉડાઉડ કરી રહ્યો છે. ત્યારે 50 વર્ષીય સ્ટાર વિષે આજ દિવસ સુધી તેવું ગણુંય લખવામાં આવ્યું છે જે તેની બાદશાહતને બરકરાર રાખે. પણ તેમ છતાં હજી પણ શાહરૂખ ખાનના જીવન વિષે તેવી ધણી વાતો છે જે ભાગ્યેજ મીડિયામાં બહાર આવી હોય.

આમ તો હંમેશા મીડિયા અને કેમેરાથી ધેરાયેલા શાહરૂખ ખાને પોતાની પર્સનલ લાઇનને કદી પણ પબ્લિકલી બહાર આવવા નથી દીધી. ત્યારે શાહરૂખ ખાનના જીવન વિષે આવી જ કેટલીક રસપ્રદ અને રોચક વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેમાં શાહરૂખ ખાનના માતા-પિતા, તેની પહેલી કમાણી, તેના ડર અને તેના જીવનથી સંકળાયેલી તેવી વાતો જે કદી છતી નથી થઇ તે વિષે જણાવવામાં આવ્યું છે...

માતા પિતાની કબર
  

માતા પિતાની કબર

શાહરૂખ ખાન જ્યારે જ્યારે દિલ્હી જાય છે ત્યારે ત્યારે તે દિલ્હીના કબ્રસ્થાનમાં આવેલી તેના માતા-પિતાની દરગાહની મુલાકાત લે છે.

ચીકનનો શોખીન
  

ચીકનનો શોખીન

શાહરૂખ ખાનને કોઇ વસ્તુ સૌથી વધુ પસંદ હોય તો તે છે ચીકન. ચીકન તેનું ફેવરેટ છે. અને તે હંમેશા તેને ખાવાનું નથી ચૂકતો.

ધનાઢ્ય
  

ધનાઢ્ય

શાહરૂખ ખાન દુનિયાનો બીજો સૌથી ધનવાન એક્ટર છે. અને જ્યારે વાત હોય છે પૈસા કમાવવાની ત્યારે ભગવાન પણ તેને હાથ ખોલીને પૈસા આપે છે.

બીએમડબલ્યૂને શાહરૂખ
  

બીએમડબલ્યૂને શાહરૂખ

શાહરૂખ ખાનની બીએમડબલ્યૂ કારથી ખાસ લગાવ છે. તેની પાસે બીએમડબલ્યૂની મોટાભાગની તમામ સીરીઝ છે.

ખાતી વખતના ફોટો
  
 

ખાતી વખતના ફોટો

શાહરૂખ ખાન તે વાતથી સૌથી વધુ ગુસ્સો આવે છે જ્યારે કોઇ તેનો ખાતી વખતે ફોટો લે. તે ખાતી વખતે શાંતિ ખાવો અને ખાવા દોમાં માને છે.

કોલેજ
  

કોલેજ

શાહરૂખ ખાને હસંરાજ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અને ગ્રેજ્યુએશનના દિવસોમાં શાહરૂખ ખાન આવો લાગતો હતો.

માતાનું નિધન
  

માતાનું નિધન

શાહરૂખ ખાન જ્યારે 25 વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થઇ ગયું. તે વાતનો શાહરૂખ ખાનને આજે પણ વસવસો છે કે શાહરૂખ ખાનની માતા તેના જીવનની સફળતાને જોઇના શકી.

પિતાનું નિધન
  

પિતાનું નિધન

શાહરૂખ ખાનના પિતાનું નિધન ત્યારે થયું જ્યારે તે માત્ર 15 વર્ષનો હતો. આ જ કારણે શાહરૂખ ખાન તેની બહેનથી ખૂબ જ નજીક છે કારણ કે પરિવારમાં હવે ખાલી તે ભાઇ બહેન જ છે.

શાહરૂખ ના પિતા
  

શાહરૂખ ના પિતા

શાહરૂખ ખાનના પિતા પણ આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તે વખતે માહોલ જ તેવો હતો કે તમામ ગાંધીજી જોડે આઝાદી લડત સાથે સંકળાયેલા હતા.

દરિયાગંજમાં રેસ્ટોરન્ટ
  

દરિયાગંજમાં રેસ્ટોરન્ટ

શાહરૂખ ખાન દિલ્હીના દરિયાગંજમાં એક રેસ્ટોરન્ટનો માલિક છે.

પહેલી સેલરી
  

પહેલી સેલરી

શાહરૂખ ખાનની પહેલી સેલરી હતી 50 રૂપિયા. જે તેણે પકંજ ઉદાસના કોન્સર્ટ દરમિયાન દિલ્હીમાં કમાઇ હતી.

કમાણી
  

કમાણી

શાહરૂખ ખાન 600 મિલિયન યુએસડી એટલે કે 3600 કરોડ રૂપિયાનો માલિક છે.

ધોડેસવારી
  

ધોડેસવારી

શાહરૂખ ખાનને ધોડેસવારી કરતા ડર લાગે છે. તેની ફિલ્મ અશોકામાં પણ તેની સાથે કેટલીક ધટનાઓ થઇ હતી જે બાદ આ ડર તેના મનમાં પેસી ગયો છે.

યુનેસ્કો
  

યુનેસ્કો

શાહરૂખ ખાનને યુનેસ્કો દ્વારા પિરામીડ કોન મર્ની એવોર્ડની નવાજવામાં આવ્યો છે. શાહરૂખ ખાનને આ એવોર્ડ તેના માનવતા વાદી કાર્ય માટે એનાયત કરાયો છે.

કેપ્ટન
  

કેપ્ટન

ફિલ્મ ચક દેની જેમ જ શાહરૂખ ખાન તેની કોલેજના દિવસોમાં હોકી અને ફૂટબોલનો કેપ્ટન હતો. શાહરૂખ ખાનને ભણવા કરતા રમત ગમતમાં વધુ શોક હતો.

ચેન સ્મોકર
  

ચેન સ્મોકર

શાહરૂખ ખાન ચેન સ્મોકર છે. પોતાના બાળકોના આવ્યા બાદ અનેક વાર શાહરૂખ ખાને સિગરેટ છોડવાનો પ્રયાસ કર્યો પણ તે કદી તેમાં સફળ નથી ગયો.

અબ્દુલ રહેમાન
  

અબ્દુલ રહેમાન

શાહરૂખ ખાનનું સાચું નામ અબ્દુલ રહેમાન હતું. જો કે લોકો હવે તેને શાહરૂખ ખાન નામે જ ઓળખે છે.

લકી નંબર 555
  

લકી નંબર 555

શાહરૂખ ખાનનો લકી નંબર છે 555. તેની ધણી કારમાં પણ આ નંબર જોવા મળે છે.

ફૂટપાથ
  

ફૂટપાથ

શાહરૂખ ખાન જ્યારે બોલીવૂડમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે તેમના જીવનમાં તેવા દિવસો પણ તેમને જોયા છે જ્યારે તેમને ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો હોય. અને આ વાત તેમણે પોતે પણ કબૂલી છે.

English summary
Unknown Interesting Facts About Bollywood King Shahrukh Khan.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more