જુઓ સૈફઈ મહોત્સવમાં સપાની ગ્રાન્ડ મસ્તી!

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 9 જાન્યુઆરી : શું આ ફિલ્મો પ્રત્યે યૂપીના યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઘેલછા છે કે પછી બીજુ કંઇક. અખિલેશે 10 જાન્યુઆરીએ રિલીઝ થતી માધુરી દીક્ષિતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડેઢ ઇશ્કિયાને યૂપીમાં કરમુક્ત જાહેર કરી છે. એટલું જ નહીં ડેઢ ઇશ્કિયાના અભિનેત્રી માધુરીએ અખિલેશના પૈતૃક ગામમાં યોજાયેલ સૈફઈ મહોત્સવમાં મન મૂકીને ઠુમકા લગાવ્યાં અને તે પણ સલમાન ખાન સાથે. એક બાજુ મુઝફ્ફરનગર રમખાણ પીડિતોની હાલત દયનીય છે અને બીજી બાજુ સૈફઈ મહોત્સવમાં ચાલતી ઝાકઝમાળની ટીકાઓ થઈ રહી છે અને મીડિયામાં તેને સપાની ગ્રાન્ડ મસ્તી ગણાવાઈ રહ્યું છે. યૂપી સરકારે ડેઢ ઇશ્કિયા જ નહીં, પણ સૈફ અલી ખાનની બુલેટ રાજાને ફિલ્મને પણ એક-એક કરોડ રુપિયાનીગ્રાંટ આપવાનો નિર્ણય કર્યો છે.

 

ફિલ્મ બંધુના પ્રમુખ તથા અગ્ર સચિવ સૂચના સદાકાંતના નેતૃત્વહેઠળ યોજાયેલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. સદાકાંતે મીડિયાને જણાવ્યું કે રાજ્યમાં ફિલ્મોના શૂટિંગને પ્રોત્સાહન આપવાની નીતિ હેઠળ સરકારે આ નિર્ણય કર્યો છે. આ નીતિ હેઠળ જે ફિલ્મોનું 75 ટકા જેટલું શૂટિંગ રાજ્યમાં થયુ હોય, તેમને ફિલ્મ નિર્માણની પડતરના 25 ટકા અથવા મહત્તમ એક કરોડ રુપિયા ગ્રાંટ તરીકે આપવામાં આવે છે. 25 કરોડનું બજેટ ધરાવતી ડેઢ ઇશ્કિયા ફિલ્મનું શૂટિંગ સીતાપુર જિલ્લામાં થઈ છે, તો બુલેટ રાજાનું શૂટિંગ પણ યૂપીમાં જ થયુ હતું.

ચાલો તસવીરોમાં જોઇએ સૈફઈ મહોત્સવમાં સલમાન-માધુરીના ઠુમકાં :

યૂપીમાં માધુરી
  

યૂપીમાં માધુરી

યૂપી સરકાર માધુરી દીક્ષિત ઉપર ફિદા થઈ ગઈ છે. માધુરી દીક્ષિત સૈફઈ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યાં અને બદલામાં તેમને યૂપી સરકાર તરફથી તેમની ફિલ્મ ડેઢ ઇશ્કિયાની કરમુક્તિ મળી ગઈ.

જોરદાર સ્વાગત
  

જોરદાર સ્વાગત

સૈફઈ મહોત્સવમાં માધુરી ઉપરાંત તમામ કલાકારોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તસવીરમાં ઍરપોર્ટ ઉપર ઝરીન ખાનનું સ્વાગત કરતાં સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ.

અખિલેશે આવકાર્યા
  

અખિલેશે આવકાર્યા

યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ સલમાન ખાનને હૃદયપૂર્વક આવકાર્યાં.

ચર્ચામાં વ્યસ્ત અખિલેશ
  
 

ચર્ચામાં વ્યસ્ત અખિલેશ

સલમાન ખાન અને માધુરી દીક્ષિત સાથે ચર્ચામાં વ્યસ્ત અખિલેશ યાદવ.

મંચ પર સલમાન-માધુરી
  

મંચ પર સલમાન-માધુરી

સૈફઈ મહોત્સવના મંચ પર એલી અવરમ, માધુરી દીક્ષિત, સલમાન ખાન અને મલ્લિકા શેરાવત.

સલમાન
  

સલમાન

સૈફઈ મહોત્સવમાં પરફૉર્મન્સ આપતાં સલમાન ખાન.

આલિયા
  

આલિયા

સૈફઈ મહોત્સવમાં આલિયા ભટ્ટે પણ ઠુમકા લગાવ્યા હતાં.

English summary
Uttar Pradesh's young Chief Minister Akhilesh Yadav announces Rs 1 cr grant to Madhuri Dixit's 'Dedh Ishqiya'.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.