વર્ષ 2016 ની શરૂઆત સની લિયોન અને અક્ષય કુમાર સાથે..
બોલિવૂડ માટે જાન્યુઆરી મહિનો ઘણો જ રસપ્રદ રહેવાનો છે. 2015 માં આપણે સલમાન ખાન ની બજરંગી ભાઈજાનથી લઇને બાજીરાવ મસ્તાની, પીકું, તનું વેડ્સ મનુ જેવી ઘણી સારી ફિલ્મો જોઈ.
હા, અમે અહી જાન્યુઆરી મહિનાની વાત કરી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં પણ ઘણી સારી ફિલ્મો આવી રહી છે. જેમ કે સની દેઓલની ઘાયલ ફિલ્મ હોઈ કે પછી સની લિયોનની મસ્તીઝાદે હોઈ, અને એમાં પણ અક્ષય કુમાર ની ઐરલીફ્ટ ને કઈ રીતે ભૂલી જવાય.
જુઓ જાન્યુઆરીમાં આવનારી ફિલ્મ નું લીસ્ટ:
વઝીર
અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ વઝીર 8 જાન્યુઆરીએ રિલીઝ થાય છે
ઘાયલ
સની દેઓલ ઘાયલ સાથે કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મ 15 જાન્યુઆરીએ રિલીઝ થાય છે
ચોક એન્ડ ડસ્ટર
આ ફિલ્મમાં જુહી ચાવલા, દિવ્યા દત્તા, શબાના આઝમી આજની શિક્ષા પ્રથા પર સવાલ કરતા નઝરે પડશે
ઐરલીફ્ટ
એરલીફ્ટ 1990માં થયેલી ગલ્ફ વોર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર કુવૈતમાં રહેતા એક બિઝનેસમેનની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
ક્યા કૂલ હૈ હમ 3
તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી ક્યા કૂલ હૈ હમ 3 માં એક સાથે દેખાવાના છે. ક્યા કૂલ હૈ હમ 3 એ ક્યા કૂલ હૈ હમ ની રિમેક ફિલ્મ છે પહેલાં આ ફિલ્મ માં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર હતા.
મસ્તીઝાદે
મસ્તીજાદે હાલ તેના બોલ્ડ સીન અને સની લિયોનીના કારણે ટ્રેન્ડ માં છે. આ ફિલ્મમાં સની લિયોની ડબલ રોલ માં દેખાશે.
સાલા ખડૂસ
માધવન ની આ ફિલ્મ 29 જાન્યુઆરીએ રિલીઝ થાય છે