
Pics: બ્લેક બિકિનીમાં કહેર વરસાવતી ઉર્ફી જાવેદ ખુદને માને છે ભગવાનની ગિફ્ટ
નવી દિલ્લીઃ બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઉર્ફી પોતાની ફેશન, પોતાની ડ્રેસિંગ સેંસ અને બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. ઈન્ટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદની સ્ટાઈલના લાખો લોકો દીવાના છે. લોકો તેની ફેશનને લઈને ઘણીવાર તેને ટ્રોલ કરતા રહે છે. વળી, તેની ડ્રેસિંગ સેંસના કારણે તેના ફોટા ખૂબ જ વાયરલ થતા રહે છે. ઉર્ફી જાવેદના નવા ફોટા ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

બ્લેક બિકિનીમાં ઉર્ફી
બિગ બૉસ ફેમ ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો બે દિવસ પહેલા પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર સુપર એક્ટીવ રહેતી ઉર્ફીએ બ્લેક બિકિનીમાં પોતાના આ સુપર હૉટ ફોટા શેર કર્યા છે. આ ફોટા સાથે ઉર્ફીનો કૉન્ફિડન્સ જોવા લાયક છે. બિકિની લુક્સથી લોકોની પ્રશંસા લૂંટતી ઉર્ફીએ આ ફોટા સાથે કેપ્શન પણ લખ્યુ છે, જે લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યુ છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યુ છે કે મને લાગે છે કે હું ભગવાનની આપેલી એક ગિફ્ટ છુ.

કપડાના બદલે ચીપકાવી દીધા ફોટા
આ ઉપરાંત હાલમાં જ ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમમાં ઉર્ફી વિચિત્ર ફેશનમાં દેખાઈ રહી છે. ઉર્ફીએ આ વખતે પોતાના ફોટા પોતાના શરીર પર ચિપકાવી દીધા છે અને ડાંસ કરી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાનો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે કપડાના બદલે શરીર પર પોતાના ફોટા ચીપકાવ્યા છે. શરીર પર ફોટા, ખુલ્લા વાળ અને હાઈ હિલ્સ પહેરીને ઉર્ફી ડાંસ કરતી દેખાઈ. ઉર્ફીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ કે આ આઈડિયા ઈન્ટરનેટ પર જોયો હતો જેને ક્રિએટ કરવા માંગતી હતી અને આ લો કરી દીધુ.

ઉર્ફી થઈ ગઈ ટ્રોલ
પોતાની અતરંગી સ્ટાઈલ અને વિચિત્ર કપડાથી ફેન્સને એટ્રેક્ટ કરતી ઉર્ફી જાવેદે ટ્રાન્સપરન્ટ સાડીમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. હંમેશા હૉટ ડ્રેસમાં જોવા મળતી ઉર્ફી જાવેદને એથનિક લુકમાં જોઈને લોકો ચોંકી ગયા. ઉર્ફી ખૂબ જ સુંદર તો દેખાઈ રહી છે પરંતુ તેને સાડીમાં જોઈને ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે કહ્યુ કે આવી જ સંસ્કારી બનીને રહે, સારી લાગે છે. વળી, બીજા યુઝરે લખ્યુ કે, આ શું જોઈ લીધુ, આજે સારા કપડામાં વિશ્વાસ નથી આવી રહ્યો.

બિગ બૉસ ઓટીટીથી મળી ઓળખ
ઉર્ફી જાવેદ મૉડલ અને અભિનેત્રી છે જે ઘણા ટીવી શોમાં મળી ચૂકી છે પરંતુ તેને ઓળખ બિગ બૉસ ઓટીટીથી મળી. જો કે, આ શોમાં તે કંઈ ખાસ કરી શકી નહિ અને શરુઆતમાં જ શોમાંથી બહાર થઈ ગઈ પરંતુ આ શો બાદથી તે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી. ઉર્ફી પોતાની ફેશન અને હૉટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. ઉર્ઈએ એક ઈન્ટરવ્યુમાં પોતાની લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે તેને આ મુકામ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેના પિતાએ કયારેય તેનો અને તેની માનો સાથ નથી આપ્યો. ખુદના દમ પર તેણે ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી. હાલમાં જ ઉર્ફી જાવેદે કુંવર સાથે એક મ્યૂઝિક વીડિયો શૂટ કર્યુ છે.