પેન્ટ ઉપર પેન્ટ પહેરીને સામે આવી ઉર્ફી, લોકોનુ માથુ ભમ્યુ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મઝા
મુંબઈઃ ઉર્ફી જાવેદનુ નામ દિમાગમાં આવતા જ તેના વિચિત્ર પોષાકના ફોટા સામે આવી જાય છે. જે રીતે તે અલગ-અલગ રીતના પોષાક પહેરીને પાપારાઝી સામે આવે છે તેને જોઈને સહુ કોઈ ચોંકી જાય છે. જો કે, તેના ફેન્સને તેનો આ અંદાજ ખૂબ ગમે છે, આના કારણે જ રોજ ઉર્ફી અલગ-અલગ પ્રકારના ડ્રેસમાં પાપારાઝીના કેમેરા સામે આવે છે અને જોરદાર પોઝ આપે છે. ત્યારબાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. એક વાર ફરીથી કંઈક આવો જ ડ્રેસ પહેરીને ઉર્ફી સામે આવી છે જેની ચર્ચા થઈ રહી છે.

વિચિત્ર ડ્રેસ થઈ રહ્યો છે વાયરલ
ઉર્ફી જાવેદ એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે તે બિગ બૉસ ઓટીટીમાં જોવા મળી હતી. ત્યારબાદથી તે સતત ચર્ચામાં છે. પોતાના અલગ પ્રકારના ડ્રેસથી તે લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. આ વખતે ઉર્ફીએ એવો ડ્રેસ પહેર્યો છે જેને જોઈને સમજવુ ઘણુ મુશ્કેલ બની રહ્યુ છે કે છેવટે ઉર્ફીએ આ શું પહેર્યુ છે અને કેમ પહેર્યુ છે. સોશિયલ મીડિયા પર તેના નવા ડ્રેસ સાથેના ફોટા ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કોઈ પણ બેભાન થઈ જશે
ઉર્ફી જે નવો ડ્રેસ પહેરીને સામે આવી છે તેમાં તણે એવુ પેન્ટ પહેર્યુ છે જે એક નહિ પરંતુ બે છે. હા, ઉર્ફીએ જે પેન્ટની ઉપર પેન્ટ પહેર્યુ છે. સમજમાં નથી આવતુ કે આ કેવુ વિચિત્ર પેન્ટ છે. લોકો ઉર્ફીની આવી વિચિત્ર ફેશન પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે તો લખ્યુ કે અરે ભાઈ! આમની ફેશન જોઈને તો કોઈ પણ બેભાન થઈ જશે.

જ્યારે એક ઉપર એક ફ્રી મળે
ઉર્ફી જાવેદે લીલા રંગનુ બેકલેસ ટૉપ પહેર્યુ છે અને આની સાથે નીચે બદામી રંગનુ ડબલ પેન્ટ પહેર્યુ છે. ઉર્ફીના ફોટા પર લોકો મઝાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. મેઘા શર્મા નામની યુઝરે લખ્યુ કે જ્યારે તમે નક્કી નથી કરી શકતા કે કઈ સાઈઝની પેન્ટ તમને આવશે ત્યારે બે જ કેમ ન લઈ લેવી. જ્યારે એકે લખ્યુ જ્યારે તમને એકની ઉપર એક ફ્રી મળે.

આનો દરજી લોકલ છે
એક અન્ય યુઝરે લખ્યુ કે જે છોકરી આ પિક જોશે શું તે પણ આવુ કરશે એ વિચારવાની વાત છે. બીજા યુઝરે લખ્યુ કે અહીં લોકોને એક પેન્ટ નથી મળી રહ્યુ અને આ બે બે પહેરી રહી છે પરંતુ લાગે છે સેક્સી અને દેખાઈ પણ રહ્યુ છે. એકે લખ્યુ આ છોકરી નથી આફત છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે તો એમ પણ લખી દીધુ કે જેટલી બકવાસ આ છે એટલો જ બકવાસ આનો ડિઝાઈનર છે, લોકલ દરજી.