બર્થ ડે ગર્લ ઉર્ફી જાવેદની પાર્ટીમાં ધમાલ, ફોટો વાયરલ થયા!
મુંબઈ, 16 ઓક્ટોબર: બિગ બોસ ઓટીટીમાં ભાગ લઈને પ્રસિદ્ધિમાં આવેલી અભિનેત્રી ઉર્ફી જાવેદે શુક્રવારે પોતાનો 25 મો જન્મદિવસ ઉજવ્યો. ઉર્ફી જાવેદની જન્મદિવસની પાર્ટી ખૂબ જ ધમાકેદાર હતી. તેના મિત્રોએ પાર્ટીમાં ધમાલ કરી પરંતુ રાખી સાવંતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. રાખીએ ઉર્ફીની જન્મદિવસની પાર્ટીનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. જેમાં તે ઉર્ફી સાથે ડાન્સ અને કિસ કરતી જોવા મળી છે.

ઉર્ફીની બર્થ ડે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
ઉર્ફી જાવેદની જન્મદિવસની પાર્ટીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. ઘણાં લોકોએ ખાસ કરીને રાખી સાવંતની હરકતો વિશે ટિપ્પણી કરી છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે ઘણી વખત તેની ઘણી તસવીરો શેર કરે છે. ઘણી વખત તેને ડ્રેસ માટે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે.

ઉર્ફી બિગ બોસ ઓટીટીથી ચર્ચામાં આવી
બિગ બોસમાંથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીનો ભાગ બની હતી, પરંતુ 8 માં દિવસે જ તે બહાર થઈ ગઈ હતી. બિગ બોસના ઘરમાં દિવ્યા અગ્રવાલ અને ઝીશાન સાથેની તેની લડાઈની ખૂબ ચર્ચા થઈ હતી. ઉર્ફી બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ પોતાના નિવેદનો અને ડ્રેસને લઈને સતત ચર્ચામાં રહે છે.

ઉર્ફી ઘણા ટીવી શોમાં જોવા મળી છે
ઉર્ફી જાવેદ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને ઘણા પ્રખ્યાત શોનો ભાગ રહી ચુકી છે. ઉર્ફી જાવેદ ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપન્નાહ, જીજી મા અને ડાયન જેવા ટીવી શોમાં જોવા મળી છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

ઉર્ફી જાવેદ લખનઉની છે
ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે. લખનઉની સીએમએસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ઉર્ફી એમીટી યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં સ્નાતક થઈ છે. ત્યારબાદ તે કારકિર્દી બનાવવા માટે દિલ્હી ગઈ હતી. ત્યારબાદ ઉર્ફીએ ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો. ઉર્ફી જાવેદે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2016 માં કરી હતી.