
ઉર્ફી જાવેદનો સનસનીખેજ ખુલાસો - અશ્લીલ સીન કરવા માટે કરી મજબૂર, ના પાડવા પર ફસાવી
મુંબઈઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બન્યા બાદથી સતત ચર્ચામાં છે. બિગ બૉસ ઓટીટી બાદ પોતાના કપડાને લઈને તે ઘણી વાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે અને તેને ટ્રોલ પણ કરવામાં આવી ચૂકી છે. હાલમાં જ પોતાનો 25મો જન્મદિવસ મનાવનાર ઉર્ફી જાવેદને તેના બોલ્ડ અંદાજ માટે ઓળખવામાં આવે છે પરંતુ તેણે જણાવ્યુ છે કે તેને બોલ્ડ સીન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

મેકર્સે કરી મજબૂર
ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં ખુદના કરિયર પર વાત કરીને ખુલાસો કર્યો કે તેની સામે એવી સ્થિતિ પણ આવી, જ્યારે તેની મરજી વિરુદ્ધ તેને અશ્લીલ સીન કરવા માટે મજબૂર કરવામાં આવી. ઉર્ફીએ જણાવ્યુ કે તેણે આ રીતના સીન કરવાની ના પાડી તો નિર્માતાએ તેને જેલમાં મોકલવાની ધમકી આપી અને 40 લાખ રૂપિયા માંગ્યા. આના પર તેણે ખુદને ગંભીર રીતે ફસાયેલી અનુભવી અને તેના મનમાં આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા લાગ્યા.

ટ્રોલ કરનાારા વિશે કહી આ વાત
ઉર્ફીને તેના કપડા માટે વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. આના પર ઉર્ફીએ કહ્યુ કે આ બધા મને કોઈ ફરક નથી પડતો કે લોકો મારા વિશે શું બોલી રહ્યા છે. ઘણા લોકો મારી બિગ બૉસની જર્નીને પસંદ કરે છે. નોંધનીય છે કે અમુક એવા પણ છે જે મને પસંદ નથી કરતા તેમછતાં હું જાણુ છુ કે આ લોકો સામે આવવા પર સેલ્ફી અને ઑટોગ્રાફ જ માંગશે. આજકાલ તો લોકો શાહરુખ ખાનને પણ ટ્રોલ કરી રહ્યા છે પરંતુ સામે આવતા જ સેલ્ફી માટે દોડવા લાગે છે.

કરિયરની શરૂઆતમાં થઈ ઘણી મુશ્કેલી
ઉર્ફીએ જણાવ્યુ કે હીરોઈન બનવાની ઈચ્છામાં જ્યારે તે મુંબઈ આવી તો તેને ઘણી મુશ્કેલીઓ પડી. પૈસાના કમીના કારણે મને જે પણ કામ નાનુ-મોટુ મળ્યુ, મે કર્યુ. મે હજુ સુધી કંઈ મેળવ્યુ નથી, હજુ તો લાંબી મંઝિલ કાપવાની છે. હું જીવનના એવા મુકામ પર છુ જ્યાં હું એ દિશામાં આગળ વધી રહી છુ જ્યાં કામ કરવા જઈ રહી છુ જે હું કરવા માંગુ છુ.

ઉર્ફીએ બિગ બૉસ ઓટીટીથી ખેંચ્યુ સૌનુ ધ્યાન
બિગ બૉસમાંથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બની હતી પરંતુ 8માં દિવસે જ તે સક્રિય થઈ ગઈ. બિગ બૉસના ઘરમાં તેનુ દિવ્યા અગ્રવાલ અને જીશાન સાથે ઝઘડો ખૂબ ચર્ચામાં રહ્યો. ઉર્ફી બિગ બૉસના ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ પોતાના નિવેદનો અને ડ્રેસ માટે સતત ચર્ચાનુ કેન્દ્ર બનેલી છે.

ટીવી પર ઘણા શોમાં આવી ચૂકી છે ઉર્ફી
ઉર્ફી જાવેદ ટીવી દુનિયાની લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણા જાણીતા શોનો હિસ્સો રહી છે. ઉર્ફી જાવેદ ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી મા અને ડાયન જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને રોજ પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

લખનઉની છે ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે. લખનઉની સીએમએસ સ્કૂલમાં ભણ્યા બાદ ઉર્ફીએ એમીટી યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તે કરિયર બનાવવા માટે દિલ્લી જતી રહી. ઉર્ફીએ જલ્દી ગ્લેમરની દુનિયામાં પોતાનો રસ્તો બનાવી લીધો. ઉર્ફી જાવેદે 2016માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી.