'હવે વૉશરુમ સુધી પણ આવશો કે શું?', ઉર્ફીની પાછળ પડ્યા પાપારાઝી, કપડાની બહાર પહેર્યા અંડરગાર્મેન્ટ્સ
ઉર્ફીએ આ વખતે કેમેરા જોતાની સાથે જ પોતાનો ચહેરો બનાવી લીધો હતોજેણે પણ ઉર્ફીનો આઉટફિટ જોયો તેનુ મો ખુલ્લુ રહી ગયુ.
મુંબઈઃ ઉર્ફી જાવેદ રોજ અસામાન્ય પોશાકમાં જોવા મળે છે. ઉર્ફીના આઉટફિટ્સ પણ દરેક બદલાતા દિવસ સાથે બદલાતા રહે છે. ફેશન આઇકોન બની ગયેલી ઉર્ફી ફરી એકવાર નવી સ્ટાઇલ સાથે જોવા મળી હતી. આ વખતે ઉર્ફી રોડ કે કોઈ હોટલ પર નહિ પણ વૉશરૂમની બહાર ઉભી જોવા મળી હતી. પરંતુ દર વખતે કેમેરો જોતાની સાથે જ પોઝ આપનારી ઉર્ફીએ આ વખતે કેમેરા જોતાની સાથે જ પોતાનો ચહેરો બનાવી લીધો હતોજેણે પણ ઉર્ફીનો આઉટફિટ જોયો તેનુ મો ખુલ્લુ રહી ગયુ.

ઉર્ફી જાવેદની અતરંગી સ્ટાઈલ
ઉર્ફી જાવેદની વિચિત્ર શૈલીથી દરેક વ્યક્તિ પરિચિત છે. અભિનેત્રી પણ દરેક બદલાતા દિવસની સાથે તેના આઉટફિટ્સ બદલતી રહે છે. ઘણી વખત ઉર્ફી પાપારાઝીને જોઈને ખુશ થઈ જાય છે, જ્યારે એવા પ્રસંગો બન્યા છે જ્યારે ઉર્ફી અકળાયેલી દેખાઈ. આ વખતે પણ કંઈક એવુ જ થયુ.

વૉશરુમ બાજુ ભાગી ઉર્ફી
આ વખતે ઉર્ફી જ્યારે વૉશરૂમ તરફ દોડી રહી હતી ત્યારે તેને પાપારાઝીએ જોઈ હતી. હંમેશની જેમ પાપારાઝી પણ તેનો પીછો કરતા જોવા મળ્યા હતા. આ જોઈને ઉર્ફી પાછી વળી અને પાપારાઝીને પૂછ્યુ કે તમે મારી સાથે વૉશરૂમમાં પણ આવશો કે શું? ઉર્ફી દરવાજો ખોલ્યો અને છે અને કહ્યુ કે હું અંદર જતી રહીશ.
આ વખતે ઘણુ અલગ હતુ આઉટફિટ
આ વખતે ઉર્ફી હંમેશાની જેમ બોલ્ડ અને અલગ અંદાજમાં જોવા મળી હતી. ઉર્ફીએ ક્રૉપ ટૉપ સાથે લૂઝ જોગર્સ અને લાલ હીલ્સ પહેરી હતી. પરંતુ આ કપડાની અંદરથી ઉર્ફીના અંડરગારમેન્ટ્સ સ્પષ્ટ દેખાતા હતા ત્યારે નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિરલ ભાયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

યુઝર્સે કહ્યુ - ઓવરએક્ટિંગના 2 રુપિયા કાપો
આ વખતે પણ ઉર્ફી ખરાબ રીતે ટ્રોલ થઈ. એક યુઝરે લખ્યુ કે તમે અંડરગારમેન્ટ કેમ બતાવી રહ્યા છો? પેન્ટની ઉપર અંડરગારમેન્ટ કોણ બતાવે, તેમાં ફેશન શું છે. માત્ર કપડાં જ નહિ ઉર્ફીએ પાપારાઝી સાથે જે રીતે વાતચીત કરી તેના માટે પણ તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો. એક યુઝરે લખ્યુ કે ઓવરએક્ટિંગ માટે 2 રૂપિયા કાપો. અન્ય એક યુઝરે લખ્યુ કે આ બિનજરૂરી પબ્લિસિટી આપવાનુ બંધ કરો. શું તમને લોકોને લાગે છે કે આને ફાલતુ ધ્યાન આપવાની જરૂર છે?












Click it and Unblock the Notifications
