શું ઉર્વશી રૌતેલાએ છાનામાનાં લગ્ન કરી લીધાં? માંગમાં સિંદૂર જોઈ ચોંકી ગયા ફેન્સ
ઈન્ડસ્ટ્રીની કેટલીક અદાકાર એવી છે જે ભલે ફિલ્મોથી દૂર રહી હોય પરંતુ હંમેશા લાઈમલાઈટમાં રહે છે અને ચર્ચા મેળવે છે. તેવી જ એક્ટ્રેસમાંથી એક છે ઉર્વશી રૌતેલા જે હાલ ઘણી ચર્ચામાં છે. તેમની ચર્ચામાં આવવાના સમાચાર કંઈક એવા છે જે ફેન્સને બિલકુલ પસંદ નહિ આવે. જણાવી દઈએ કે હાલ તેમીન એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે સિંદૂર લગાવેલી જોવા મળી રહી છે.
હવે આતો બધા જાણે જ છે કે માંગ લગ્ન બાદ જ ભરવામાં આવે છે. એવામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઉર્વશી રૌતેલાએ લગ્ન કરી લીધાં? જો તમે પણ આવું વિચારી રહ્યા હોય તો થોડા થંભી જાઓ, કેમ કે ઉર્વશી રૌતેલાએ લગ્ન નથી કર્યાં બલકે તેમણે પોતાના આગલા પ્રોજેક્ટ માટે આ લુક રાખ્યો છે. આ લુકમાં તે સલવાર સૂટ પહેરેલી જોવા મળી રહી છે અને ઘણી લાંબી ચોટી પણ બનાવી છે જેને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

ઈંસ્પેક્ટર અવિનાશ
જણાવી દઈએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાએ એક ફિલ્મનું એલાન કર્યું છે જેનું નામ છે ઈંસ્પેક્ટર અવિનાશ.

રણદીપ હુડ્ડા સાથે
આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા અભિનેતા રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે જે રાધેને લઈ વ્યસ્ત છે.

પુષ્ટિ નથી થઈ
એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ઉર્વશીનો આ લુક આ ફિલ્મ માટે છે પરંતુ સત્તાવાર રીતે હજી પુષ્ટિ નથી થઈ.

આકરી મહેનત કરે છે
ઉર્વશી પોતાના ફેન્સ માટે આકરી મહેનત કરે છે અને પૂરી લગન સાથે કામ કરે છે. તેણે બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ છતાં પણ તે પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે અને તેને પસંદ પણ કર્યું છે.

ક્રિષ 4
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે ઋતિક રોશન સાથે ફિલ્મ ક્રિષ 4નો ભાગ બનશે પરંતુ સત્તાવાર રીતે હજી તેનું એલાન નથી થયું.
રિયલ લાઈફમાં બહુ બોલ્ડ છે 'આશ્રમ'ની પમ્મી પહેલવાન, વાયરલ થઈ આદિતિ પોહનકરની હૉટ તસવીરો