ઉર્વશી રૌતેલાએ કાતિલ ફોટોશૂટથી લગાવી આગ, બનાવ્યો 47.5 મિલિયન ફૉલોઅર્સનો રેકૉર્ડ
મુંબઈઃ ઉર્વશી રૌતેલા ફરીથી પોતાના બોલ્ડ ફોટાના કારણે છવાયેલી છે. બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. ઉર્વશી હંમેશા ઈન્ટરનેટ પર પોતાના ફોટા અપલોડ કરતી રહે છે. આ વખતે પણ ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર નવુ મુકામ મેળવી લીધુ છે. બૉલિવુડની સૌથી નાની ઉંમરની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાની મહેનત અને લગનથી સફળતાની સીડીઓ ચડીને બૉલિવુડ સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનુ સ્થાન બનાવ્યુ છે.

ઈન્સ્ટાગ્રામની અસલી ક્વીન
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયનનો આંકડો પાર કર્યો. ઉર્વશી ઈન્સ્ટાગ્રામની અસલી ક્વીન છે. તે હંમેશા પોતાના પ્રશંસકો અને ફૉલોઅર્સને પોતાની દિનચર્યા વિશે અપડેટ આપતી રહે છે. આ સાથે ઉર્વશીએ પોતાના ઘણા બધા લેટેસ્ટ ફોટોશૂટના ફોટામાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે.

ઉર્વશી રૌતેલાનો ફોટો
અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયાનો સહારો લીધો અને પોતાના બધા ફૉલોઅર્સ અને ફેન્સને હંમેશા તેના પર વિશ્વાસ કરવા અને તેને પ્રેરિત કરવા માટે આભાર માન્યો. ઉર્વશી રૌતેલા ટિનસેલ ટાઉનની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.

48 મિલિયન ફૉલોઅર્સ
48 મિલિયન ફૉલોઅર્સવાળા પરિવાર સાથે ઉર્વશીના આજે મોટાપાયે ફૉલોઅર્સ છે. દેશ સાથે વિદેશમાં પણ તે પોતાની બોલ્ડ ઈમેજ માટે છવાયેલી રહે છે. ઉર્વશી ટૂંક સમયમાં જિયો સ્ટુડિયોઝના ઈન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે ઉર્વશી ઘણા બધા પ્રોજેક્ટમાં જોવા મળશે.

ઉર્વશીના આગામી પ્રોજેક્ટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો ઉર્વશીને છેલ્લી વાર મિસ યુનિવર્સ પેજન્ટ 2021ની જજ કરતા જોવામાં આવી હતી અને તેને અરબ સુપરસ્ટાર મોહમ્મદ રમજાન સાથે તેના આંતરરાષ્ટ્રીય ગીત 'બર્સાચે બેબી' માટે પણ પ્રશંસા મળી. ઉર્વશી 365 દિવસ સ્ટાર મિશેલ મોરોન સાથે હૉલિવુડમાં પોતાની શરુઆત કરી રહી છે.