For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમિર ખાનને અમેરિકામાં મળશે અવોર્ડ

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 20 સપ્ટેમ્બરઃ બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે ઓળખવામાં આવતા આમિર ખાનને ટેલિવિઝન પર પ્રસારિત થયેલા તેમના કાર્યક્રમ ‘સત્યમેવ જયતે' માટે અમેરિકન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આમિર ખાન ઉપરાંત આ પુરસ્કાર માટે ઓસ્કર વિજેતા ( ધ હર્ટ લોકર માટે 2009ના બેસ્ટ ડિરેક્ટર) જાણીતી અમેરિકન નિર્દેશક કેથરીન બિગેલો અને ઇન્ટરનેશનલ સેન્ટર ઓન નોન વાયોલેન્ટ કન્ફ્લિક્ટ(આઇસીએનસી)ને પણ આ પુરસ્કાર આપવામાં આવશે.

આમિરના આ એવોર્ડ 28 ઓક્ટોબરના રોજ વોશિંગટન ડીસીમાં અમેરિકા એબ્રોડ મીડિયા(એએએમ) દ્વારા આપવામાં આવશે, આ પહેલાં પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીને આમિરને વિશ્વના સો સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કર્યો હતો.

aamir-khan
એએએમે એક નિવેદનમાં કહ્યું કે, તેમનું કામ, લોકોને આપણા સમયના મહત્વના મુદ્દાઓ અને સાર્વજનિક નીતિઓ સંબંધી મામલાઓ અંગે બતાવવા અને શિક્ષિત કરવા માટે મીડિયાની તાકાત છે અને આ પણ તેના થકી લોકોને સશક્ત બનાવી શકાય છે. એએએમે કહ્યું કે, આમિરનો ટીવી કાર્યક્રમ ‘સત્યમેવ જયતે' ભારતના સૌથી મોટા સામાજીક પડકારોને સામે લાવ્યો હતો.

નોંધનીય છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ ધૂમ શ્રેણીની ધૂમ થ્રી છે. જેને લઇને દર્શકો અને લોકોમાં ભારે આશાઓ છે. ધૂમ થ્રી ચેન્નાઇ એક્સપ્રેસનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ આમિર ખાન જાતે જ માને છે કે, તે કોઇનો રેકોર્ડ તોડવામાં માનતા નથી ને તેમને કોઇનો રેકોર્ડ તોડવામાં રસ પણ નથી.

English summary
Bollywood superstar Aamir Khan has been selected for a US award for his television show 'Satyamev Jayate' along with eminent American director Kathryn Bigelow and the International Center on Nonviolent Conflict (ICNC).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X