રાખીએ બતાવ્યુ પોતાનુ મંગળસૂત્ર, વીડિયો શેર કરીને કહ્યુ, Ritesh, I Love You
બોલિવુડની ડ્રામાક્વીન રાખી સાવંત સતત પોતાના સિક્રેટ લગ્નના કારણે સમાચારોમાં છવાયેલી છે. આ લગ્નના ઘણા બધા પાસાં એવા છે કે જે સમજવા અઘરા છે જો કે રાખીએ મીડિયામાં નિવેદન આપ્યુ છે કે તેમણે રિતેશ નામના એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે કે જે બહુ જલ્દી મીડિયાના લોકો સામે હશે પરંતુ રાખીની વાત કોઈને સમજમાં નથી આવી રહી એટલા માટે એક વાર ફરીથી તેણે પોતાના પતિ વિશે સ્પષ્ટતા આપી છે.

રાખીએ શેર કર્યો Video
તેમણે એક વાર ફરીથી પોતાના પતિ વિશે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી પોતાના પતિ વિશે વાત કરતા જોવા મળી રહી છે. જો કે વીડિયોમાં રાખીના પતિ જોવા નથી મળી રહ્યા. જો કે તમને જણાવી દઈએ કે હાલમાં રાખી પોતાના આવનારા ભોજપુરી ગીત છપ્પન છૂરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગીતના પ્રમોશન દરમિયાન રાખીએ મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે પોતાના પતિ વિશે લોકોને જણાવ્યુ.
|
રાખીએ બતાવ્યુ મંગળસૂત્ર
આ વાતચીત દરમિયાન રાખીએ પોતાનું મંગળસૂત્ર બતાવતા કહ્યુ, ‘લગ્નમાં તો ઘણુ મોટુ મંગળસૂત્ર હતુ પરંતુ ડેલી વેર માટે મે એક નાનુ મંગળસૂત્ર પહેર્યુ છે, મારા પર નિખાર આવ્યો છે, મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે મારા જીવનમાં બહુ સારો છોકરો આવશે, મે બહુ રાહ જોઈ અને હું ભગવાનનો આભાર માનવા ઈચ્છુ છુ કે મને આટલો સારો છોકરો આપ્યો.'
આ પણ વાંચોઃ

રાખીએ લખ્યુ - love my husband
આ વીડિયો શેર કરીને રાખીએ કેપ્શનમાં લખ્યુ, 'love my husband ritesh love u soo much'. જો કે રાખીના આ વીડિયો પર તેને ઘણા નેગેટીવ કમેન્ટ્સ મળી રહ્યા છે. કોઈ કહી રહ્યુ છે અમને તારા પર ભરોસો નથી, તો અમુક લોકોએ રાખીને ફેક ગણાવી.

દીપક કલાલે લગાવ્યા છે ગંભીર આરોપો
રાખી સાવંતના આ લગ્નવાળા સમાચાર તેના પૂર્વ કથાકથિત પ્રેમી દીપક કલાક ખરાબ રીતે ભડકી ગયા છે. દીપક કલાલે દાવો કર્યો છે કે રાખી સાવંત તેમના બાળકની મા બનવાની છે અને 7 મહિનાની અંદર જ સત્ય સામે આવી જશે. દીપક કલાલે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં દીપકો રાખી સાવંતના પ્રેગ્નેન્ટ હોવાનો દાવો કરીને લખ્યુ છે, ‘રાખી મારુ બાળક તારા પેટમાં ઉછરી રહ્યુ છે, તે પોતાના પિતાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે.'