Valentine Day: ખાનથી લઈ કપૂર સુધી, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લમ ખુલ્લા પ્રેમ કર્યો
કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. આ ગમે ત્યારે ગમે તે ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. બૉલીવુડમાં આવા કેટલાય કપલ છે જેમણે ધર્મ અને ઉંમરની સીમાને પાર કરી ખુદને પ્યારના રંગમાં રંગી દીધા છે. જેમ કે ગત વર્ષ પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. નિક અને પ્રિયંકાની ઉંમમાં 10 વર્ષનો ફરક છે. કરીના કપૂર લગ્ન બાદ કરીના કપૂર ખાન બની ગઈ. પરંતુ બૉલીવુડનાઆ પાક્કા રંગવાળા રોમાંસ વચ્ચે કેટલાય એવા સુપરસ્ટાર્સ પણ છે જેમણે લવ લાઈફ માટે પોતાની મેરિડ લાઈફની અવગણના કરવામાં જરા પણ ન વિચાર્યું.
તમે વિચારી જ રહ્યા હશો કે આમાં નવું શું છે. એક્સ્ટ્રા મેરિટિયલ અફેર હંમેશાથી બૉલીવુડમાં રહ્યું છે. જેને અમે પણ સ્વીકાર કરીએ છીએ. પરંતુ પહેલાના સ્ટાર્સ અફેર રાખવા છતાં પોતાના લગ્નને બચાવી રાખવામાં સફળ રહ્યા છે. પરંતુ આજની ઝનરેશનના સ્ટાર્સ બદલવા સમયની સાથે આઝાદ થવામાં વધુ વિશ્વાસ રાખે છે.

પત્ની છોડી ગર્લફ્રેન્ડ સાથે કર્યો પ્રેમ
દુનિયા અને મીડિયાના કેમેરાની પરવાહ કર્યા વિના કેટલાય એવા સ્ટાર્સ છે જે લગ્ન તોડ્યા બાદ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લમ ખુલ્લા પ્રેમ કરતા જોવા મળ્યા છે. અહીં જુઓ કોણ કોણ છે તે સ્ટાર્સ જે ઘરમાં મેરિડ અને બહાર કમિટમેન્ટનો સંબંધ એક સાથે નિભાવી ચૂક્યા છે.

નંબર 1
અર્જુન રામપાલે વર્ષ 1998માં પોતાનાથી બે વર્ષ મોટી સુપર મોડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં. ગત વર્ષ બંનેના અલગ થવાના અહેવાલ સામે આવ્યા હતા. જે બાદ આ અહેવાલ સામે આવ્યા હતા કે અર્જુન રામપાલ સાઉથ આફ્રિકન મોડેલ ગૈબરીલાને ડેટ કરી રહ્યો છે.

નંબર 2
ફરહાન અખ્તરે વર્ષ 2000માં અધુરા ભબાની સાથે લગ્ન કર્યાં હતાં. 17 વર્ષ બાદ આ લગ્ન વિખેરાઈ ગયાં. બંને પહેલા બે વર્ષ અલગ રહ્યા. ગત કેટલાક મહિનામાં ફરહાન અખ્તરે આ વાતનું એલાન કર્યું કે વહસિંગર શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે. જેમની કેટલીય તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.

નંબર 3
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે લગ્નના 16 વર્ષ બાદ તલાક લેવાનો ફેસલો લીધો હતો. જે બાદ તેમણે તમામ લોકો સામે એલાન કર્યું હતું કે તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની છે. હવે આ લગ્ન થાય છે કે નહિ તે જોવાનું દિલચસ્પ રહેશે.

અનુરાગ કશ્યપ અને શુભાના શેટ્ટી
અનુરાગ કશ્યપનું નામ આ યાદીમાં સામેલ થવું તો બને જ છે. દેવ ડી દરમિયાન તેમણે વર્ષ 2011માં કલ્કી કોચલિન સાથે લગ્ન કર્યાં. ચાર વર્ષ બાદ તલાક લીધા બાદ તેઓ આ સમયે ગર્લફ્રેન્ડ શુભાના શેટ્ટી સાથે ખૂબ ચર્ચા મેળવી રહ્યા છે.

મલાઈકા અને અર્જુન કપૂર
જ્યારે અરબાજની વાત આવે છે તો આપણે મલાઈકાને કેવી રીતે ભૂલી શકીએ. તે પણ અરબાઝથી પોતાના લગ્નથી આઝાદ થઈ આ દિવસોમાં 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂર સાથે ચર્ચામાં છે. જો કે હજુ સુધી બંનેએ આ વાતનો ઈસારો નથી કર્યો. પરંતુ ઈશારો જરૂર કરી દેશે.

રઘુરામ અને નતાલી
રોડીઝ ફેમ રઘુરામે 14 વર્ષ નાની સિંગર નતાલી ડિ લુસિયોથી ગોવામાં 12 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. રઘુરામે પહેલા લગ્ન સુગંધા ગર્ગ સાથે કર્યાં હતાં. વર્ષ 2016માં બંને અલગ થઈ ગયા હતા.