For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી પિસ્તોલ વડે કર્યો વર્ષાએ આપઘાત : આશા ભોંસલે

|
Google Oneindia Gujarati News

Asha
મુંબઈ, 10 ઑક્ટોબર : વર્ષા ભોંસલેએ કોની પિસ્તોલ વડે આત્મહત્યા કરી. આ રહસ્ય અકબંધ હતું, પરંતુ હવે આશા ભોંસલેએ આ ખુલાસો કર્યો છે. આશાએ મંગળવારે પોલીસ સમક્ષ અપાયેલ નિવેદનમાં જણાવ્યું કે વર્ષાએ જે પિસ્તોલ વડે આપઘાત કર્યો હતો, તે તેમના નામે રજિસ્ટર્ડ છે. આ પિસ્તોલ ઘણાં વખત અગાઉ ગુમ થઈ ગઈ હતી. વર્ષા પાસે તે ક્યારે અને કઈ રીતે પહોંચી, તે તેઓ નથી જાણતાં.

આ સાથે જ આશાએ પોલીસને જણાવ્યું કે વર્ષા લગભગ 1 વર્ષથી જાહેર જીવનથી દૂર હતાં. તેમની સારવાર પુણેના એક ડૉક્ટર પાસે ચાલતી હતી. તેમે આ અગાઉ વર્ષ 2008 અને 2010માં પણ ઉંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આશા સાથે તેમના બહેન ઉષા, સંબંધી રચના શાહ, નોકરાણી તેમજ લતાના ડ્રાઇવરનું નિવેદન પણ નોંધ્યું છે.

હવે એવી શંકા સેવાઈ રહી છે કે પોલીસ વર્ષાની સારવાર કરનાર પુણેના ડૉક્ટરનું પણ નિવેદન લેશે. પોલીસ લતા મંગેશકરની પણ પૂછપરછ કરી શકે છે અને ભાઈ આનંદ તેમજ વર્ષાના પૂર્વ પતિ હેમંત કૈંકરેની પણ પૂછપરછ કરશે.

કહેવાય છે કે આશાના ઘરે બીજી બે પિસ્તોલ પણ છે. આશાના ભાઈ હૃદયનાથ મંગેશકર પાસે 32 બોરની પિસ્તોલ છે અને આશાનાં પુત્ર આનંદ પાસે 42 બોરની પિસ્તોલ છે.

English summary
Legendary singer Asha Bhosle confirmed that her daughter Varsha, who shot herself in the head in the wee hours on Monday, she shot herself with my old, lost gun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X