• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IIFA'17:નેપોટિઝમની ટિપ્પણી અંગે વરુણ બાદ કરણે પણ માંગી માફી

By Shachi
|

આઇફા 2017માં કરણ જોહર, વરુણ ધવન અને સૈફ અલી ખાને નેપોટિઝમ(સગાંવાદ) અંગે ટિપ્પણી કરી હતી. બોલિવૂડમાં સગાવાદ ઘણો છે, લોકો પોતાના સગા-વ્હાલા અને ઓળખીતાને પહેલા તક આપે છે અને આ કારણે ઘણીવાર ટેલેન્ટેડ લોકોને તક નથી મળતી. આ વાત પહેલા પણ ઘણા લોકોએ કહી છે. 'કોફી વિથ કરણ'ની લેટેસ્ટ સિઝનમાં સૈફ અલી ખાન અને કંગના રાણાવત આવ્યા હતા, ત્યારે કંગનાએ આ અંગે ટિપ્પણી કરી હતી. તેણે કરણના જ શોમાં તેના પર નેપોટિઝમનો આરોપ મુક્યો હતો.

Nepotism Rocks!

Nepotism Rocks!

આ અંગે આઇફામાં કરણ જોહર, સૈફ અલી ખાન અને વરુણ ધવને કંગનાની મજાક ઉડાવી હતી. સૈફ અને કરણ આ એવોર્ડ ફંક્શન હોસ્ટ કર રહ્યાં હતા અને વરુણ ધવન ફિલ્મ 'ઢિશૂમ' માટે બેસ્ટ કોમેડી એક્ટરનો એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યો હતો. તેમણે સ્ટેજ પર કંગનાની મજાક ઉડાવી હતી અને પછી ત્રણેય સાથે બોલ્યા હતા, Nepotism Rocks!

ટ્વીટર પર થયા ટ્રોલ

ટ્વીટર પર થયા ટ્રોલ

સ્ટેજ પર આવી મજાકના બદલામાં સોશિયલ મીડિયા અને ટ્વીટર પર વરુણ ધવન, કરણ જોહર અને સૈફ અલી ખાનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોએ તેમની આલોચના કરી હતી અને નેપોટિઝમનો વિરોધ કર્યો હતો.

વરુણે માંગી માફી

મામલો વધતા વરુણ ધવને મંગળવારે ટ્વીટ કરી પોતાની કોમેન્ટ બદલ માફી માંગી હતી. તેણે ટ્વીટ કર્યું હતું કે, મારી એ ટિપ્પણી દ્વારા જો કોઇને દુ:ખ પહોંચ્યું હોય તો એ વાતનો મને અફસોસ છે અને એ બદલ હું માફી માંગુ છું.

કરણે પણ માંગી માફી

કરણે પણ માંગી માફી

આ સમગ્ર વિવાદમાં કરણ જોહરનું નામ સૌથી વધારે ચગ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ તેને જ નિશાના પર લેવામાં આવ્યો છે. આખરે હવે કરણ જોહરે પણ આ અંગે માફી માંગતા પોતાનો પક્ષ મુક્યો છે. તેણે એનડીટીવીને જણાવ્યું કે, 'આ માત્ર એક મજાક હતી, જેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. આ જોકનો આઇડિયા મારો જ હતો અને મને લાગે છે કે, અમે કંગનાની કંઇ વાધારે મજાક ઉડાવી હતી, જે ખોટું થયું. આ મારી ભૂલ હતી, હું તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને માફી માંગુ છું.'

મારા આવા સંસ્કાર નથી

મારા આવા સંસ્કાર નથી

'નેપોટિઝમમાં હું નથી માનતો, અહીં ટેલેન્ટની કદર થાય છે. મને અફસોસ છે કે, મેં આઇફાના સ્ટેજ પર આવી મજાક કરી. મારા સંસ્કાર અને મારો ઉછેર એવો નથી. કંગના સાથે મારે જે પણ પ્રોબ્લેમ હોય, એણે મારા ચેટ શો પર ગમે તે કીધું હોય, તેમ છતાં આવી મજાક કરવી યોગ્ય નહોતી એ હું સમજું છું. આ વાતનો મને ઊંડો અફસોસ છે.'

શું કહ્યું હતું વરુણ, કરણ અને સૈફે?

શું કહ્યું હતું વરુણ, કરણ અને સૈફે?

સ્ટેજ પર એવોર્ડ લેવા આવેલ વરુણને સૈફે કહ્યું હતું, તુ અહીં તારા પપ્પા(ડેવિડ ધવન)ને કારણે છે. સામે વરુણે સૈફને જવાબ આપ્યો હતો, અને તમે અહીં તમારા મમ્મી(શર્મિલા ટાગોર)ને કારણે છો. ત્યાર બાદ કરણ જોહરે વચ્ચે કૂદતાં કહ્યું હતું, હું અહીં મારા પપ્પા(યશ જોહર)ને લીધે છું. ત્યાર બાદ ત્રણેય સાથે બોલ્યા હતા, Nepotism Rocks!

કરણ જોહર અને સૈફ અલી ખાન

કરણ જોહર અને સૈફ અલી ખાન

બીજો વિવાદ શરૂ થયો છે, કરણ જોહર અને સૈફ અલી ખાન વચ્ચે. સૌ જાણે છે કે, કરણ જોહર અને કરીના કપૂર ઘણા સારા મિત્રો છે. પરંતુ આઇફામાં હોસ્ટિંગ દરમિયાન કરણ જોહરના વર્તનને કરાણે સૈફને મોટો આંચકો લાગ્યો છે અને તે કરણથી ખૂબ નારાજ છે.

સૈફની નારાજગીનું કારણ

સૈફની નારાજગીનું કારણ

ટીઓઆઇના અહેવાલો અનુસાર, સૈફ અલી ખાન અને કરણ જોહર બંન્ને મોટા સ્ટાર છે અને આથી બંન્નેને સરખું મહત્વ મળી રહે એ વાતને ધ્યાનમાં રાખીને તેમની હોસ્ટિંગની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, કરણ જોહરે છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટમાં કેટલાક ચેન્જિસ કરાવ્યા, જે અંગે સૈફને જાણકારી નહોતી. સ્ટેજ પર હોસ્ટિંગ દરમિયાન કરણ જોહરે કંટ્રોલ પોતાના હાથમાં લેતા સૈફને થોડું ખરાબ લાગ્યું હતું, પરંતુ પ્રોફેશનલિઝમને ધ્યાનમાં રાખતાં તેણે પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે એવોર્ડ ફંક્શનનું કામ પૂર્ણ કર્યું.

સૈફે પોતાના મિત્રોને કરી વાત

સૈફે પોતાના મિત્રોને કરી વાત

પરંતુ સૈફ અલી ખાનને કરણ જોહરના આ વર્તનનું ખૂબ ખોટું લાગ્યું હતું. તેણે શો બાદ આ અંગે પોતાના નજીકના મિત્રો સાથે ચર્ચા કરી હતી. હવે આ ઘટનાની અસર કરીના અને કરણના સંબંધો પર પડે છે કે કેમ, એ જોવાનું રહેશે.

English summary
IIFA 2017: Varun Dhawan apologises for Nepotism barb at the award show and Saif Ali Khan is upset with Karan Johar. Read all the details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X