જુડવા 2ની 10 કરોડના કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ
વરૂણ ધવાનની ફિલ્મ જુડવા 2 સિનેમા ઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ વિવેચકોને તો ખાસ નથી લાગી, પરંતુ વરૂનના ફેન્સને ચોક્કસ ગમી હોય તેવુ વાગે છે. ફિલ્મની ઓપનિંગ જ એટલી ધમાકા સાથે થઈ છે કે લાગે છે આ વખતે પણ વરૂણનો જાદુ ચાલી જશે. જુડવા 2 માં વરૂણની એક્ટિંગને સમીક્ષકોએ નકારી હતી અને સલમાનની કોપી કરવામાં વરૂણ સારૂ નથી કરી શક્યો તેવી પણ વાતો ચાલી રહી હતી. જે તેના ઓપનિંગના કલેક્શને ખોટી સાબિત કરી દીધી છે.

જુડવા 2નુ પહેલા દિવસનુ કલેક્શન
રિપોટ અનુસાર જુડવા 2એ લગભગ 10 કરોડના કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ કરી હતી. જો આવુ જ ચાલ્યુ તો તે આ સપ્તાહના અંત સુધીમાં 15 કરોડે પહોચી શકે છે. વરૂણ ધવનની આ પહેલાની બધી ફિલ્મોની જેમ જુડવા 2 એ પણ સારી શરૂઆત કરી છે.

65 કરોડનું ભારીખમ બજેટ
કોઈ પણ ફિલ્મને સુપરહિટ થવા માટે 100 કરોડનુ કલેક્શન કરવુ પડે છે. જો કે વરૂણ ધવનની ઘણી ફિલ્મ 100 કરોડના કલ્બ સુધી પહોંચી ગઈ છે. પરંતુ સમીક્ષકોના કહેવા અનુસાર આ ફિલ્મ તેના બજેટ સુધી જ પહોચશે. 65 કરોડના ભારે બજેટે બનેલી જુડવા 2 વરૂણ ધવનને 100 કરોડના કલ્બ સુધી ન પહોચાડે પણ તેના બજેટ જેટલુ કલેક્શન કરે તો હિટ થઈ કહેવાય

આ પહેલાની ફિલ્મોનું કલેક્શન
વરૂણ ધવનની ઘણી ફિલ્મોએ 100 કરોડના કલ્બમાં સ્થાન મેળવ્યુ છે. જેમાં સૌથી પહેલા રેમો ડિસુઝાની એબીસીડી-2 એ 104 કરોડનું કલેક્શન કર્યુ હતું. એ બાદ શાહરૂખ ખાન સાથેની પહેલી ફિલ્મ એટલે કે દિલવાલેમાં પણ 389 કરોડનું કલેક્શન સાથે આગળ છે. બદ્રીનાથ કી દુલ્હનિયાને અહી કેમ ભૂલી શકાય. એ ફિલ્મે પણ 200 કરોડનું કલેક્શન કર્યુ હતું.

બજેટ કરતા વધુ કમાણી
વરૂણ ધવને પોતાના કેરિયરની શરૂઆત જે ફિલ્મથી કરી હતી એ સ્ટૂડન્ટ ઓફથી યરએ 70 કરોડની જોરદાર કમાણી કરી હતી. ત્યાર બાદ વરૂણ માટે થોડી નબળા બજેટની પણ ફિલ્મો આવી હતી. જેમાં બદલાપૂરની કમાણી 77 કરોડ રહી અને મે તેરા હિરોની કમાણી 78 કરોડે અટકી ગઈ.

70 કરોડને પાર થયુ કલેક્શન
વરૂણ ધવન અને આલિયા ભટ્ટની જોડીને દર્શકોએ ખૂબ વખાણી છે અને તેમની કરિયરની શરૂઆત થી લઈને આજ સુધીના જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે તેની કમાણી 70 કરોડ કે તેને પાર પહોચી ગઈ છે. સ્ટૂડન્ટ ઓફ ધી યર માં 70 કરોડ, હમપ્ટી શર્મા કી દુલ્હનિયામાં 110 કરોડ અને છેલ્લે આવેલી બદ્રીનાથ કી દુલ્હનિયા તો 200 કરોડના કલેક્શન સાથે 100 કરોડના કલ્બમાં પહોચી ગઈ હતી.