For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનુ 82 વર્ષની ઉંમરે નિધન, પત્ની મિતાલીએ શેર કર્યા દુઃખદ સમાચાર

બૉલિવુડ ફિલ્મોમાં એકથી વધુ ગીતો આપનાર પ્રખ્યાત ગાયક અને ગઝલકાર ભૂપિન્દર સિંહનુ સોમવારે અવસાન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ ફિલ્મોમાં એકથી વધુ ગીતો આપનાર પ્રખ્યાત ગાયક અને ગઝલકાર ભૂપિન્દર સિંહનુ સોમવારે અવસાન થઈ ગયુ. તેમની પત્ની મિતાલી સિંહે તેમના નિધનના દુઃખદ સમાચાર આપ્યા. ભૂપિન્દર સિંહનુ મુંબઈની હૉસ્પિટલમાં અવસાન થયુ. તેઓ 82 વર્ષના હતા. ભૂપિન્દરની પત્ની મિતાલીએ પીટીઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે તેમના પતિ ભૂપિન્દર સિંહનુ સોમવારે નિધન થયુ છે અને અંતિમ સંસ્કાર મંગળવારે થશે. તેમને પેટની સમસ્યા હતી જેના કારણે તેમને થોડા દિવસો પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ ઢુંઢતા હૈ.., નામ ગુમ જાયેગા..,

દિલ ઢુંઢતા હૈ.., નામ ગુમ જાયેગા..,

સંગીતના એક દાયકા સુધી વિસ્તરેલી તેમની કારકિર્દીમાં ભૂપિન્દરે દો દીવાને શહર મેં..., હોકે મજબૂર મુઝે ઉસને બુલાયા હોગા.., આને સે ઉસકે આયે બહાર.., કિસી નજર કો તેરા ઇન્તેઝાર આજ ભી હૈ.. જેવા ઘણા હીટ ક્લાસિકનુ નિર્માણ કર્યુ છે. બીતી ના બીતાયે રૈના.., દિલ ઢુંઢતા હૈ.., નામ ગુમ જાયેગા.., એક અકેલા ઇસ શહર મેં.., હુઝૂર ઇસ કદર ભી ના ઇતરા કે ચલિયે.. સહિતના ઘણા સુપર હીટ ગીતો આપ્યા.

હૉસ્પિટલમાં ભરતી થયા બાદ થઈ ગયો હતો કોરોના

હૉસ્પિટલમાં ભરતી થયા બાદ થઈ ગયો હતો કોરોના

મુંબઈની ક્રિટિકેર એશિયા હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. દીપક નામજોશીએ જણાવ્યુ હતુ કે ભૂપિન્દર સિંહને દસ દિવસ પહેલાં અમારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ચેપ લાગ્યો હતો. અમને પ્રબળ શંકા હતી કે તેમને પેટની બિમારી છે અને અમે ટેક કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને કોવિડ-19 થયો અને સોમવારે સવારે તેમની તબિયત બગડી અને અમારે તેમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. સોમવારે સાંજે 7:45 કલાકે તેમને હૃદયરોગનો હુમલો થયો અને તેમનુ નિધન થયુ.

બાળપણમાં ભૂપિન્દર સિંહને ગીત-સંગીત સાથે નહોતો લગાવ

બાળપણમાં ભૂપિન્દર સિંહને ગીત-સંગીત સાથે નહોતો લગાવ

પ્રખ્યાત પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. પહેલા ગિટાર અને વાયોલિન શીખ્યા. ભૂપિન્દર સિંહે પીઢ ગાયક કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે ઘણા યુગલ ગીતો ગાયા હતા. 2016માં ભૂપિન્દર સિંહે ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ઘરમાં હંમેશાં એટલુ બધુ સંગીત રહેતુ હતુ કે હું તેની સાથે સંકળાયેલુ કંઈપણ કરવા માંગતો ન હતો. મારા પિતા નાથા સિંહ પંજાબના અમૃતસરની એક કોલેજમાં સંગીતના પ્રોફેસર હતા. મારો મોટો ભાઈ વાદ્યવાદક હતો. જ્યારે હું કિશોર વયનો હતો ત્યારે મે વિચાર્યુ હતુ કે જો હું સંગીતકાર બનીશ તો મારું સન્માન નહિ થાય અને સંગીતમાં મારી કારકિર્દી નહિ બને. તેથી જ મે ગાવાનુ છોડી દીધુ. મે તેના બદલે ગિટાર ઉપાડ્યુ અને તેના પર કેટલાક સખત ફિલ્મી ગીતો અને શાસ્ત્રીય સંગીત વગાડવાનુ શરૂ કર્યુ. મને લાગે છે કે ગિટારને કારણે મે ફરીથી ગાવાનુ શરૂ કર્યુ.

ભૂપિન્દર સિંહની પત્ની સિંગર અને દીકરો મ્યુઝિશિયન

ભૂપિન્દર સિંહની પત્ની સિંગર અને દીકરો મ્યુઝિશિયન

ભૂપિન્દર સિંહની પત્ની મિતાલી સિંહ બાંગ્લાદેશી ગાયિકા છે. બંનેએ 1980માં લગ્ન કર્યા હતા. પતિ-પત્નીએ સાથે મળીને ઘણી ગઝલો ગાયી અને સ્ટેજ પર ઘણા સ્ટેજ પરફોર્મન્સ આપ્યા. ભૂપિન્દર અને મિતલનો એક દીકરો નિહાલ સિંહ છે જે સંગીતકાર છે.

English summary
Veteran singer Bhupinder Singh passed away at 82, Wife Mithali gave sad information
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X