• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટરીના કૈફ-વિકી કૌશલના લગ્ન 2021ના ડિસેમ્બરમાં! ચટ મંગની પટ શાદીનુ પ્લાનિંગ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડની વધુ એક જોડી લગ્ન કરવા જઈ રહી છે. થોડા દિવસ પહેલા તેમના સગાઈના સમાચાર ચર્ચામાં આવી ચૂક્યા છે. હા, અમે વિકી કૌશલ અને કેટરીના કૈફ વિશે વાત કરી રહ્યા છે. વિકી-કેટરીનાએ હજુ સુધી પોતાના પ્રેમનો એકરાર દુનિયા સામે કર્યો નથી પરંતુ બંનેના લગ્ન વિશે એક નવી અપડેટ મીડિયા સામે આવી છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ એક વાર ફરીથી સાથે જોવા મળ્યા. ત્યારબાદ બંનેની આ મુલાકાત પાછળનુ કારણ મીડિયા રિપોર્ટમાં લગ્ન જણાવાઈ રહ્યુ છે. કેટરીના અને વિકી કૌશલને એક સાથે મંગળવારે રાતે જોવામાં આવ્યા. બંને એક સાથે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટી સાથે ઑફિસ પહોંચ્યા.

ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે

ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે

રિપોર્ટમાં એ પણ સામે આવી રહ્યુ છે કે બંને આ વર્ષ ખતમ થયા બાદ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જો કે થોડા દિવસ પહેલા વિકી કૌશલ અને કેટરીના કૈફે એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બંનેએ સગાઈ નથી કરી પરંતુ જ્યારે કેટરીના કૈફ અને વિકી કૌશલ એક સાથે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીના ઘરે સાથે જોવા મળ્યા ત્યારે બંને એકબીજા સાથે નહિ પરંતુ પોતાની કારથી એક સાથે એક જગ્યાએ પહોંચ્યા. સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ ફોટો પોસ્ટ કર્યો છે. જ્યાં બંને એક સાથે એક જગ્યાએ દેખાયા.

વિકી અને કેટરીનાના લગ્ન

વિકી અને કેટરીનાના લગ્ન

સોશિયલ મીડિયા પર બંનેના લગ્નના સમાચારો સામે આવવા લાગ્યા છે. એ સમાચાર પણ સામે આવી રહ્યા છે કે બંને પોતાના સંબંધને અલગ લેવલે લઈ જવાની તૈયારી કરી ચૂક્યા છે. ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ વિકી કૌશલ અને કેટરીના કૈફે પોતાના લગ્નની તૈયારીઓ કરી દીધી છે. ત્યાં સુધી કે બંનેએ પોતાના લગ્નના કપડા પણ ફાઈનલ કરી દીધા છે.

વર્ષના અંતે થશે લગ્ન, જલ્દી થશે ઘોષણા

વર્ષના અંતે થશે લગ્ન, જલ્દી થશે ઘોષણા

લોકપ્રિય બૉલિવુડ ડિઝાઈનર સવ્યસાચીના ડિઝાઈન કરેલા કપડા બંને હાલમાં પસંદ કરી રહ્યા છે. માહિતી મુજબ કેટરીના કૈફ અને વિકી કૌશલ પોતાના લગ્ન કે સગાઈની ઘોષણા ટૂંક સમયમાં કરી શકે છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના રોમાન્સની ચર્ચા છેલ્લા 2 વર્ષથી થઈ રહી છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફ સાથે જોવા મળી ચૂક્યા છે

વિકી કૌશલ અને કેટરીના કૈફ સાથે જોવા મળી ચૂક્યા છે

બંને એક નહિ પરંતુ ઘણી વાર એકબીજા સાથે જોવા મળી ચૂક્યા છે. હાલમાં વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમની સ્ક્રીનિંગ પર પણ કેટરીના કૈફ જોવા મળી હતી. એ પણ સામે આવ્યુ હતુ કે કેટરીના કૈફ અને વિકી કૌશલ કોરોના લોકડાઉન ખુલ્યા બાદ સ્પેશિયલ વેકેશન પર પણ સાથે ગયા હતા. કેટરીના કૈફે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, પાછળ અરીસામાં વિકી કૌશલ પણ જોવા મળ્યા હતા.

English summary
Vicky kaushal and Katrina kaif ready for planning to get married by december 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X