Video: ઉદ્ધવ ઠાકરેને કંગનાની ખુલ્લી ધમકી - આજે મારુ ઘર તૂટ્યુ છે કાલે તારો ઘમંડ તૂટશે
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનોતની મુંબઈ સ્થિત ઑફિસ પર જે રીતે આજે બીએમસીએ બુલડોઝર ચલાવ્યુ તે બાદ કંગના રનોતે વીડિયો જારી કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે મોરચો ખોલી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખુલ્લી ધમકી આપીને કંગના રનોતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તુ ફિલ્મ માફિયા સાથે મળીને મારુ ઘર તોડીને મને મારાથી બહુ મોટો બદલો લઈ લીધો છે. આજે મારુ ઘર તૂટ્યુ છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનુ ચક્ર છે, યાદ રાખજે, હંમેશા એક જેવુ નથી રહેતુ. મને લાગે છે કે તે મારા પર બહુ મોટુ અહેસાન કર્યુ છે, મને ખબર તો હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતિ હશે, આજે મે અનુભવ્યુ છે. આજે હું આ દેશને વચન આપુ છુ કે હું માત્ર અયોધ્યા પર જ નહિ કાશ્મીર પર પણ એક ફિલ્મ બનાવીશ. હું દેશવાસીઓને જગાડીશ કારણકે મને ખબર હતી કે અમારી સાથે થશે તો થશે, પરંતુ મારી સાથે થયુ છે તેનો કોઈ અર્થ છે. ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા છે, આ જે આતંક છે, સારુ થયુ, આ મારી સાથે થયુ કારણકે આનો કોઈ અર્થ છે, જય હિંદ, જય મહારાષ્ટ્ર.
तुमने जो किया अच्छा किया 🙂#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
મુંબઈ પહોંચી કંગના રનોત, એરપોર્ટ પર શિવસૈનિકોએ બતાવ્યા કાળા વાવટા