Video: તૈમૂર સાથે મરીન ડ્રાઈવ ફરવા નીકળ્યા સૈફ-કરીના, લોકોએ ઝાટક્યા
મુંબઈમાં લૉકડાઉન ખુલવા સાથે નવા નિયમ હેઠળ મરીન ડ્રાઈવ પર રવિવારે ભારે સંખ્યામાં લોકો દેખાયા. આ ભીડમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના દીકરા તૈમૂર સાથે જોવા મળ્યા. આ આખો નવાબ પરિવાર એક સાથે મરીન ડ્રાઈવ પર ફરવા ગયો હતો. કોરોનાા નિયમ હેઠળ હજુ પણ બધાએ સાવચેતી સાથે બહાર નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકો અને બાળકોને ઘરમાં રહેવાની સલાહ હજુ પણ સરકાર તરફથી આપવામાં આવી રહી છે.

માસ્ક વિના તૈમૂર સાથે ફરવા નીકળ્યા
એવામાં એક વ્યક્તિએ સૈફ અલી ખાનને માસ્ક વિના અને તૈમૂર સાથે કરીના કપૂર ખાનને જોઈ, એ વ્યક્તિએ એવો સવાલ પૂછ્યો કે સૈફ અને કરીનાને શરમમાં મૂકાવુ પડ્યુ. આનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ લોકો સૈફના માસ્ક ન પહેરવા પર તેને ટ્રોલ કરી રહ્યા છે.

સૈફ અને કરીનાનુ મરીન ડ્રાઈવ વૉક
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તાજી હવાનો આનંદ ઉઠાવવા માટે પોતાના પરિવાર સાથે મરીન ડ્રાઈવ પર ફ્રી વૉક કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો અને ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વ્યક્તિએ સૈફને કહ્યુ બાળકને નથી લાવવાના
એક ફોટામાં સૈફે માસ્ક પહેર્યુ નથી. વળી, તૈમૂર પણ કરીનાનો હાથ પકડીને ક્યારેક પોતાના અબ્બાના ખભે માસ્ક વિનના દેખાઈ રહ્યો છે. એવામાં તૈમૂરને ત્યાં જોઈને એક વ્યક્તિએ કહ્યુ કે બાળકને લાવવાની મનાઈ છે. આના પર સૈફ અલી ખાન કહે છે કે શું આજે બાળકને બહાર નથી લાવવાનુ. કહેવાઈ રહ્યુ છે કે વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે તે મુંબઈ પોલિસના અધિકારી છે જે મરીન ડ્રાઈવ પર સરકાર દ્વારા આપેલ નિર્દેશોનુ ઉલ્લંઘન ન થાય તે જોઈ રહ્યા છે.

સૈફ અને કરીનાએ કર્યુ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન
આમ જોવા જઈએ તો સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરતા દેખાઈ રહ્યા છે પરંતુ માસ્ક ન પહેરવાના કારણે તેમણે ટ્રોલ પણ થવુ પડ્યુ છે.

લોકોએ પૂછ્યુ શું માસ્ક નથી
એક યુઝરે ટ્રોલ કરીને વીડિયો નીચે લખ્યુ છે કે ઓહ હવે બધુ નોર્મલ થઈ ગયુ છે. માસ્ક નથી. આમના માટે ઈન્ડિયામાં કોરોના પણ નથી. કોઈ આમને જણાવો કે બધુ પહેલા જેવુ નથી થયુ. એટલુ જ નહિ વીડિયોમાં કરીનાના વજનની પણ મજાક ઉડાવવામાં આવી રહી છે.

વિરલ ભાયાણીએ વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા
વિરલ ભાયાણીએ આ બધા ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેને ઘણી ઝડપથી જોવામાં આવી રહ્યા છે. ચાલો તમને બતાવીએ આ વીડિયો.
View this post on InstagramA post shared by Viral Bhayani (@viralbhayani) on
View this post on InstagramA post shared by Viral Bhayani (@viralbhayani) on
'સૈનિકની પત્નીની છબી ખરાબ કરવા પર હોબાળો', આ વિવાદો સાથે પણ જોડાઈ ચૂક્યુ છે એકતા કપૂરનુ નામ