Video: પોતાના જ સિક્યોરિટી ગાર્ડની કઈ વાત પર ભડકી સારા અલી ખાન, કહ્યુ - હવેથી આવુ કર્યુ તો...
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન પોતાના જ સિક્યોરિટી ગાર્ડને ખખડાવીને ગુસ્સો કરતી દેખાઈ રહી છે. ત્યારબાદ ત્યાં આસપાસ હાજર લોકોની સારા અલી ખાન માફી માંગતી પણ દેખાઈ રહી છે. સારા અલી ખાનનો આ વ્યવહાર સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ ગમી રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મ અતરંગી રેનુ પોતાનુ ગીત 'ચકા ચક'ના લૉન્ચ માટે એક પ્રેસ કાર્યક્રમ બાદ પોતાની કારમાં જતી દેખાઈ રહી છે. આવો, જાણીએ શું છે સમગ્ર મામલો.

સારાએ સિક્યોરિટી ગાર્ડને કહ્યુ - તમે કોને ધક્કો મારીને પાડ્યા
વાસ્તવમાં સોમવારે(29 નવેમ્બર)ના રોજ સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ 'અતરંગી રે'ના પહેલા ગીત 'ચકા ચક'ના લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈવેન્ટ ખતમ થયા બાદ સારા અલી ખાન જેવી પોતાની કાર તરફ જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ(સિક્યોરિટી ગાર્ડ)એ કોઈને ધક્કો ન મારવા માટે ખખડાવી રહી હતી. ત્યારબાદ પોતાની આસપાસ હાજર લોકોની તેણે માફી માંગી. સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે સારા કાર પાસે પહોંચતા જ કહી રહી છે, 'ક્યાં છે, ક્યાં છે જેને પાડ્યા, કોને પાડ્યા તમે?' જ્યારે આસપાસના લોકોએ કહ્યુ, 'કોઈ નથી પડ્યુ', તો સારાએ કહ્યુ, 'ના, ના, જેમને પાડ્યા તે જતા રહ્યા.'

'તમે કોઈને ધક્કા ના મારો, હવેથી આવુ કર્યુ તો...'
સારા અલી ખાન વીડિયોમાં આગળ કહેતી દેખાઈ રહી છે, 'સૉરી બોલો પ્લીઝ, થેંક્યુ.' (જેને ધક્કો વાગ્યો એને). સારા આગળ પોતાના સિક્યોરિટી ગાર્ડને કહે છે, 'તમે આવુ ન કર્યા કરશો, કોઈને ધક્કા ના મારો, પ્લીઝ આવુ ના કરો. હવેથી આવુ બિલકુલ ના કરતા.' ત્યારબાદ સારા અલી ખાને બધા કેમેરામેનને કહ્યુ, 'થેંકયુ થેંક્યુ. અને આઈ એમ સૉરી.' સારા અલી ખાન ત્યારબાદ પોતાની કારમાં બેસી ગઈ. તમને જણાવી દઈએ કે સારા અલી ખાનના સિક્યોરિટી ગાર્ડે એક કેમેરામેનને ધક્કો માર્યો હતો જે ત્યાં સારા અલી ખાનના ફોટા લેવા પહોંચ્યો હતો.

સારા અલી ખાનનો આ અંદાજ ફેન્સને ગમ્યો
પોતાના સિક્યોરિટી ગાર્ડને ખખડાવવા અને તેણે કરેલા કામ માટે લોકોની માફી માંગવી, સારા અલી ખાનનો આ અંદાજ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. સારા અલી ખાનનો વીડિયો શેર કરીને ઘણા ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના આ અંદાજની જોરદાર પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે સારા અલી ખાન લોકોનુ સમ્માન કરવાનુ જાણે છે.

જાણો સારા અલી ખાનની આવનારી ફિલ્મ વિશે
સારા અલી ખાનની આવનારી ફિલ્મ 'અતરંગી રે' કે જે 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ ડિઝની પ્લસ હૉટ સ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મમાં સારા અલી ખાન સાથે ધનુષ અને અક્ષય કુમાર જોવા મળશે. ફિલ્મમાં સારા અલી ખાને એક બિહારી છોકરીની ભૂમિકા નિભાવી છે.