• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video : ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ના 24 રત્નો ફાઇનલ

|

મુંબઈ, 5 જાન્યુઆરી : બૉલીવુડ સ્ટાર્સ માટે નવા વર્ષની શરુઆત ત્યાં સુધી નથી થતી કે જ્યાં સુધી તેઓ ડબ્બુ રત્નાનીના કૅલેંડર માટે શૂટ ન કરી લે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ ડબ્બુ રત્નાની કૅલેંડર 2015નો દિલ થામીને ઇંતેજાર કરી રહ્યા છે, પરંતુ કૅલેંડર રિલીઝ કરતા પહેલા ડબ્બુએ એક કૅલેંડર શૂટનું ટીઝર લૉન્ચ કર્યું છે.

આ ટીઝરમાં તમામ 24 બૉલીવુડ સ્ટાર્સ છે કે જેઓ 2015ના કૅલેંડરમાં નજરે પડવાના છે. આ ટીઝર એક રીતે આપણી ઉત્સુકતાને હવા આપવાનું કામ કરી રહ્યું છે. નીચે આપેલ વીડિયો જોઈ આપ પણ સ્મિત ફકરાવતા પોતાને નહીં રોકી શકો, કારણ કે સ્ટાર્સ આ કૅલેંડર શૂટ અંગે બહુ ઉત્સાહિત નજરે પડે છે. શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, પ્રિયંકા ચોપરા, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, શ્રદ્ધા કપૂર, જ્હૉન અબ્રાહમ, અર્જુન રામપાલ જેવા 24 સ્ટાર્સ આ ટીઝરમાં પોતાના શૂટ એક્સપેરિયંસને શૅર કરી રહ્યાં છે.

આ ટીઝરમાં કૅલેંડર સ્ટાર્સ ડબ્બુ રત્નાનીને 16 વર્ષ પૂર્ણ કરવા અંગે શુભેચ્છા આપતા પણ દેખાય છે. સાથે જ કૅલેંડરમાં પોતાની આવનાર તસવીરો સાથે સંકળાયેલ કેટલીક હિંટ્સ આપી રહ્યાં છે. ડબ્બુએ આ કૅલેંડરમાં બૉલીવુડના નવા ચહેરાઓનો પણ સમાવેશ કર્યો છે.

English summary
Before the most anticipated calendar of the year is revealed, a teaser video featuring stars of Dabboo Ratnani Calender 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X