ઋતિકના જન્મદિવસ પર પૂર્વ પત્ની સુઝેન ખાને શેર કર્યો Video, ખાસ અંદાજમાં આપી શુભેચ્છા
આજે બોલિવુડના પ્રતિભાશાળી અભિનેતા ઋતિક રોશનનો 46મો જન્મદિવસ છે. 'ફિલ્મ કહો ના પ્યાર હે'થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર ઋતિકને ઘણા બધા લોકો પાસેથી શુભકામના મળી રહી છે. આ ખાસ પ્રસંગે તેમની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ તેમને શુભકામના પાઠવી છે. સુઝેને એક વીડિયો શેર કર્યો છે જેમાં ઋતિક રોશન સાથે તેના બે બાળકો રિહાન અને રિદાન જોવા મળી રહ્યા છે.

સુઝેન ખાન કેપ્શન પણ લખ્યુ
સુઝેને ઋતિક રોશનના જન્મદિવસે વીડિયો શેર કરીને એક ખાસ કેપ્શન પણ લખ્યુ છે. જે લોકોને ખૂબ ગમી રહ્યુ છે. આ કેપ્શનમાં સુઝેને ઋતિકને કહ્યુ, હું જાણુ છુ કે તમને સૌથી અતુલ્ય વ્યક્તિ છો. સુઝેને વીડિયોમાં સાથે સાથે પોતાના બંને બાળકો અને ઋતિકના ફોટા પણ શેર કર્યા છે. જેમાં તે અનોખા અંદાજમાં દેખાઈ રહ્યા છે.
રજાઓમાં ફરવા ગયો હતો આખો પરિવાર
તમને જણાવી દઈએ કે હાલમાં જ સુઝેન ખાન અને ઋતિક રોશન રજાઓ પર પણ ગયા હતા. ખાસ વાત એ છે કે આ રજાઓ પર ઋતિક રોશન અને તેના બાળકો સાથે સાથે તેમનો આખો પરિવાર પણ ગયો હતો. તેમના ઘણા ફોટા સુઝેન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે.

આજે પણ ખૂબ જ સારા દોસ્ત છે ઋતિક અને સુઝેન
ઋતિક અને સુઝેન ખાન એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે. પરંતુ આજે પણ ખૂબ જ સારા દોસ્ત છે. વર્કફ્રંટની વાત કરીએ તો ઋતિક રોશનની ફિલ્મ વૉરે ગયા વર્ષે બોક્સ ઑફિસ પર ઘણુ સારુ પ્રદર્શન કર્યુ હતુ. 300 કરોડથી વધુનુ કલેક્શન કરનારી આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે ટાઈગર શ્રોફ અને વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ પહેલા ઋતિકે પોતાની ફિલ્મ સુપર 30થી પણ સૌનુ દિલ જીતી લીધુ હતુ.
આ પણ વાંચોઃ દીપિકા પર હુમલો કરનારા પર વરસ્યા કન્હૈયા કુમાર, VCને યાદ અપાવી તેમની જવાબદારી