Adult ફિલ્મનુ શૂટિંગ કરતી વખતે પોલિસે ઉર્ફી જાવેદને પકડી, વાયરલ Video જોઈ ફેન્સ ચોંક્યા!
મુંબઈઃ પોતાની સ્ટાઈલને લઈને લોકપ્રિયા મેળવી ચૂકેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો જોઈને કહેવામાં આવી રહ્યુ છે કે એડલ્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉર્ફી જાવેદને પોલિસે આવીને પકડી લીધી. ઉર્ફીનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કન્ટેન્ટ ક્રિએટર રોહિત ગુપ્તાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે ઉર્ફી જાવેદને એક ઑફિસમાં જોઈ શકો છો. ઉર્ફી અહીં એક નિર્દેશક સાથે મુલાકાત કરે છે. નિર્દેશક કહે છે કે આ એક સિક્રેટ પ્રોજેક્ટ છે.

ઉર્ફી જાવેદ સાથે બની આ ઘટના
રણબીર કપૂરને આ ફિલ્મમાં વિલન તરીકે કાસ્ટ કરવામાં આવશે. રણબીર કપૂરનુ નામ સાંભળીને ઉર્ફી પ્રોત્સાહિત થઈ જાય છે. નિર્દેશક પોતાની વાતને આગળ જણાવતા કહે છે કે લીડ એક્ટર માટે વિદેશી એક્ટરને લાવવામાં આવશે.

ઉર્ફીને ઑડિશન માટે બોલાવી
વીડિયોમાં આગળ સંગીતકાર અને ગાયક બાદશાહ ફિલ્મનુ મ્યૂઝિક કંપોઝ કરશે. બધી વાતચીત વચ્ચે ઉર્ફીને ઑડિશન માટે બોલાવામાં આવે છે. ઉર્ફીને એક એક્ટર સાથે સીન કરવા માટે બોલાવવામાં આવે છે. આ દરમિયાન ત્યાં પોલિસ આવી જાય છે.

ઉર્ફી પર લગાવ્યો આરોપ
ઉર્ફી જાવેદને 3 પુરુષો સાથે જોઈને પોલિસ ડાયરેક્ટર અને એક્ટરની પિટાઈ કરવા લાગે છે અને ઉર્ફી પર બધા આરોપ લાગી જાય છે. ઉર્ફી આ બધુ જોઈને ગુસ્સે થઈ જાય છે અને પોતાના મેનેજરને કૉલ કરે છે.

ઉર્ફી જાવેદ સાથે થઈ મજાક
મેનેજર જણાવે છે કે ઉર્ફી જાવેદ સાથે એક નાનકડી મજાક કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની કોઈ એડલ્ટ ફિલ્મ શૂટ નથી થઈ રહી. તમને જણાવી દઈએ કે સમાચારોમાં ઉર્ફી જાવેદનો આ વીડિયો છવાયેલો છે.