Video: આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં OOPS મોમેન્ટનો શિકાર થવાની હતી ઉર્વશી, આ રીતે ખુદને કરી સેફ
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના લાખો દીવાના ભારતમાં છે. હાલમાં જ તેણે દુબઈમાં પોતાનો જલવો વિખેર્યો અને બુર્જ અલ અરબના ટૉપ પર પર્ફોર્મન્સ આપનારી પહેલી ભારતીય બની ગઈ. આ પ્રોગ્રામમાં ઉર્વશી ગ્રીન કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તે એક વાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા-થતા બચી. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.(વીડિયો નીચે)

માંડ-માંડ બચી
ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પ્રોગ્રામનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે ગ્રીન કલરના ગાઉનમાં ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અભિનેત્રી પર્ફોર્મ કરી રહી હતી ત્યારે અચાનક તેના ગાઉન જરાક ખસી ગયુ. તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થાય એ પહેલા તેણે એને ઉપર ઉઠાવી લીધુ અને પર્ફોર્મન્સ ચાલુ રાખ્યુ.

'ઈન્ટરનેશનલ સુપરસ્ટાર' કહી રહ્યા છે ફેન્સ
વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઉર્વશીએ લખ્યુ કે ખૂબ જ આભારી, હું બુર્જ અલ અરબના ટૉપ પર પર્ફોર્મ કરનારી પહેલી ભારતીય બની. મારા જીવનમાં આ બધા વિશ્વ સ્તરીય અવસરો માટે આભાર. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો જેના પર લાખો વ્યૂઝ અને લાઈક્સ આવી ચૂક્યા છે. વળી, આ ઉપલબ્ધિ બાદ તેના ફેન્સ તેને 'ઈન્ટરનેશનલ સુપરસ્ટાર' કહી રહ્યા છે.

કેટલા રૂપિયા લીધી ફી?
વળી, ઘણા મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉર્વશીએ આ ઈવેન્ટમાં પર્ફોર્મ કરવા માટે 5 કરોડની મોટી રકમ લીધી છે. અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે એક તમિલ ફિલ્મમાં કામ કરી રહી છે જેનુ શૂટિંગ થોડા દિવસો પહેલા સુધી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ચાલી રહ્યુ હતુ. આ ઉપરાંત તે રણદીપ હુડ્ડા સાથે વેબસીરિઝમાં પણ જોવા મળશે.

મળી હતી ખાસ ગિફ્ટ
ઉર્વશી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે. હાલમાં જ ત્યાં તેને ફોલોઅર્સની સંખ્યા 46 મિલિયનને પાર પહોંચી ગઈ હતી. જેના પર અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેણે જિમમાં એક્સરસાઈઝનો એક વીડિયો શેર કર્યો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રી મહિલા દિવસ પર એક ફેને તેની માટીની મૂર્તિ બનાવીને તેને ગિફ્ટ આપી હતી.