એક સશક્ત અભિનેત્રી છે વિદ્યા બાલન : વિવેક અગ્નિહોત્રી
મુંબઈ, 3 એપ્રિલ : સામાન્ય રીતે બૉલીવુડમાં હીરોની જ ચાલે છે. હીરોઇનનું કૅરિયર ખૂબ ટુંકું મનાય છે. આમ છતાં વિદ્યા બાલને માત્ર બૉલીવુડમાં લેટ એન્ટ્રી જ નથી કરી, પણ પોતાનો એક અલાયદો મુકામ પણ બનાવ્યો છે. બૉલીવુડના ચોથા ખાન કહેવાતાં વિદ્યા બાલન આજે તેવા લોકોની પ્રથમ પસંદગી છે કે જેઓ મહિલા સશક્તીકરણ ઉપર ફિલ્મો બનાવે છે.
આવાં જ દિગ્દર્શકોમાં સમાવેશ થાય છે વિવેક અગ્નિહોત્રીનો. વિવેક અગ્નિહોત્રી લાંબાગાળા બાદ મહિલાઓ પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. આ ફિલ્મ માટે વિવેકે વિદ્યા બાલનની પસંદગી કરી હતી, પરંતુ વિદ્યાએ વિવેકને ઇનકાર કરી દીધો છે. વિદ્યાએ જણાવ્યું કે તેઓ પોતાની ફિલ્મોમાં ટાઇપ્ડ થવા નથી માંગતાં. હવે વિવેક અન્ય અભિનેત્રીનો સમ્પર્ક કરી રહ્યાં છે.
વિદ્યા બાલનના ઇનકાર છતાં વિવેક અગ્નિહોત્રી વિદ્યા બાલનના વખાણ કરતાં નથી થાકતાં. વિવેકે જણાવ્યું કે તેમને આ વાત કહેવામાં જરાય ખચટાક નથી કે મારી ફિલ્મ માટે વિદ્યા જ પ્રથમ પસંદગી હતાં, પરંતુ આ મેરો બૅડ લક છે કે મારી પસંદ મારી ફિલ્મમાં નહીં હોય.
પોતાની ફિલ્મ અંગે કહેતાં વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે તેમની ફિલ્મ મહિલાઓ અને સમાજની બગડેલી સિસ્ટમની વાર્તા કહે છે. ફિલ્મમાં મહિલાઓના હકો અંગે વાત કરવામાં આવશે.
નોંધનીય છે કે વિદ્યા બાલને કહાની ફિલ્મમાં એક સશક્ત મહિલાનો રોલ કર્યો હતો. વિદ્યા એક જ પ્રકારના રોલ કરવા નથી માંગતાં. તેથી તેમણે વિવેકને ના પાડી દીધી.
(પળે-પળના સમાચારોથી અપડેટ રહેવાં સબસ્ક્રાઇબ કરો ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર.)