વિદ્યા બાલને કહ્યું, પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નહીં

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલન સાથે કલકત્તા એરપોર્ટ પર બનેલી ઘટના ખૂબ શરમજનક હતી. એક વ્યક્તિએ કરેલી ગેર વર્તણૂકના બદલામાં વિદ્યા બાલને પણ તેને જડબાતોડ જવાબ પકડાવ્યો હતો.

એક અંગ્રેજી વેબસાઇટની ખબરો અનુસાર, થોડાં દિવસ પહેલાં વિદ્યા બાલન પોતાની આગામી ફિલ્મ 'બેગમજાન' ના પ્રમોશન માટે કલકત્તા પહોંચી હતી. કલકત્તા એરપોર્ટ પર એક અજાણ્યા વ્યક્તિએ વિદ્યા સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરી.

સેલ્ફીના બહાને છેડતી

સેલ્ફીના બહાને છેડતી

પહેલાં તો વિદ્યાએ સેલ્ફીની વાત નકારી કાઢી, પરંતુ તે વ્યક્તિએ ખૂબ જિદ્દ કરતાં આખરે વિદ્યા એક સેલ્ફી માટે માની ગઇ. સેલ્ફી લેતી વખતે તે વ્યક્તિએ વિદ્યાના ખભે હાથ મુકવાનો પ્રયાસ કર્યો.

સેલ્ફી ક્લિક કર્યા બાદ ફરી હાથ લગાવતા ભડકી વિદ્યા

સેલ્ફી ક્લિક કર્યા બાદ ફરી હાથ લગાવતા ભડકી વિદ્યા

વિદ્યાએ નમ્ર છતાં મક્કમ અવાજમાં તે વ્યક્તિને આમ કરવાની ના પાડી. સેલ્ફી દરમિયાન તો તે વ્યક્તિએ પોતાનો હાથ ખસેડી લીધો, પરંતુ સેલ્ફી ક્લિક કર્યા બાદ તેણે ફરીથી વિદ્યાના ખભે હાથ મૂકી દીધો. તેના આવા વર્તનથી વિદ્યા ખૂબ ભડકી ઊઠી.

પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નહીં

પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નહીં

વિદ્યાએ તે વ્યક્તિની ઝાટકણી કાઢતાં કહ્યું કે, તમે શિષ્ટાચાર જાળવો અને માપમાં રહો. હું પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નથી, કે તમે મન ફાવે તેમ વર્તો.

આગામી ફિલ્મ બેગમ જાનનું ટ્રેલર રિલીઝ

ઉલ્લેખનીય છે કે, વિદ્યા જે ફિલ્મના પ્રમોશન માટે કલકત્તા ગઇ હતી, તે ફિલ્મ 'બેગમજાન' નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં વિદ્યાનો રોલ અત્યાર સુધીના તેના તમામ રોલ કરતાં વધુ બોલ્ડ છે. આ ફિલ્મમાં તેની સાથે નસીરુદ્દીન શાહ, રતિજ કપૂર, આશીશ વિદ્યાર્થી, ઇલા અરુણ અને ગૌહર ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

English summary
Vidya Balan had an apt response for a man who misbehaved with her at the Kolkata airport recently.
Please Wait while comments are loading...