• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ના હોય, વિદ્યુતે સલમાનની ફિલ્મ ઠુકરાવી!!!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : બૉલીવુડમાં હોબાળો મચ્યો છે. જે સલમાન ખાન સાથે લોકો કામ કરવા આતુર હોય છે. જે સલમાન ખાનની ફિલ્મ પામવા અભિનેત્રીઓ પડાપડી કરતી હોય. તે સલમાન ખાનની ફિલ્મને કોઈ ઠુકરાવી શકે ખરો? હોબાળો એટલા માટે જ મચ્યો છે, કારણ કે વિદ્યુત જામવાલે આવો અખતરો કર્યો છે.

જાણવા મળ્યું છે કે કમાંડો ફૅમ વિદ્યુત જામવાલે સલમાન ખાનનો ભાઈ બનવાનો ઇનકાર કરી દીધો છે. સલમાન ખાનની આગામી ફિલ્મ બડે ભૈયા માટે સૂરજ બરજાત્યાએ વિદ્યુતને ઑફર કરી હતી. બડે ભૈયા ફિલ્મમાં સલમાન ખાન મોટા ભાઈના રોલમાં છે અને સૂરજે નાના ભાઈના રોલમાં વિદ્યુતને ઑફર કરી હતી, પરંતુ કહે છે કે વિદ્યુતે ઇનકાર કરી દીધો છે.

રાજશ્રી પ્રોડક્શન હેઠળ સૂરજ બરજાત્યા હમ સાથ સાથ હૈં બાદ આ ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા હતાં, પરંતુ પહેલા સલમાન ખાન પાસે સમય નહોતો અને જ્યારે સલમાને નો એન્ટ્રીની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રીમાંથી ડેટ્સ કાપી સૂરજને ડેટ્સ આપી, તો સૂરજે ફિલ્મનું નિર્માણ શરૂ કરી દીધું. બડે ભૈયા ફિલ્મમાં પહેલા અનુષ્કા શર્મા, ઇલિયાના ડિક્રૂઝ અને પછી દીપિકા પાદુકોણેના નામો ઉપસ્યા હતાં, પરંતુ સલમાન સામે આ ફિલ્મમાં સોનમ કપૂર છે.

ખેર, અત્યારે વાત સલમાન કે તેમની હીરોઇનની નથી, પરંતુ વાત ચાલે છે વિદ્યુત જામવાલની. કહે છે કે વિદ્યુત હાલ કેટલાંક ફિલ્મ મેકર્સના ટચમાં છે. આ ફિલ્મ નિર્માતાઓ વિદ્યુતને પોતાની ફિલ્મોમાં સોલો લીડ લઈ રહ્યાં છે. તેથી જ વિદ્યુતે તમામ ડેટ્સ તેમને આપી દીધી છે. આવા ફિલ્મ નિર્માતાઓમાં રાજકુમાર સંતોષીનો પણ સમાવેશ થાય છે. આટલી બધી સોલો ફિલ્મોની ઑફર વચ્ચે કદાચ વિદ્યુત જામવાલને સલમાનના નાના ભાઈ બનવામાં ખચટકાટ થયો હશે. એટલે જ તો તેમણે બડે ભૈયા ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી.

ચાલો તસવીરો સાથે જોઇએ વિદ્યુત જામવાલ આ અંગે શું કહે છે :

બૉલીવુડમાં હોબાળો

બૉલીવુડમાં હોબાળો

સલમાન ખાન સાથે લોકો કામ કરવા આતુર હોય છે અને તેવામાં બૉલીવુડમાં નવોદિત અભિનેતા વિદ્યુત જામવાલે સલમાન સાથેની ફિલ્મ બડે ભૈયાની ઑફર ઠુકરાવી દેતાં હોબાળો મચી ગયો છે.

વિદ્યુતનો ખુલાસો

વિદ્યુતનો ખુલાસો

જોકે વિદ્યુત જામવાલે બડે ભૈયા ફિલ્મ ઠુકરાવવા અંગે ઊભા થયેલા વિવાદ મુદ્દે ખુલાસો આપ્યો છે.

ડેટ્સ પ્રોબ્લેમ હતી

ડેટ્સ પ્રોબ્લેમ હતી

વિદ્યુત જામવાલે મુંબઈમાં એક કૉલેજ ખાતે યુવતીઓને સ્વ-બચાવની તાલીમ આપવા દરમિયાન પત્રકારોને જણાવ્યું - આ ખોટું ગણાશે કે જો તમે એમ કહેતા હોવ કે મેં સલમાન ખાન સાથેની ફિલ્મ ઠુકરાવી દીધી છે. હકીકત એ છે કે સૂરજ સર અને મારી ડેટ્સ મૅચ નથી ખાતી.

સલમાન સાથે કામ કરવું ગમશે

સલમાન સાથે કામ કરવું ગમશે

વિદ્યુતે જણાવ્યું - જ્યારે તમે ફિલ્મો કરતા હોવ, ત્યારે ઘણી બાબતોનો સામનો કરવો પડે છે. હાલમાં એક કે બે ફિલ્મો છે કે જે હાલમાં હું કરી રહ્યો છું. જોકે સલમાન ખાન સાથે કામ કરવાનું મને ગમશે.

સલમાનનો ફૅન છું

સલમાનનો ફૅન છું

વિદ્યુતે કહ્યું - હું બાળપણથી જ સલમાન ખાનનો ફૅન છું, પરંતુ જો તમારી પાસે તારીખ જ ન હોય, તેવામાં મુશ્કેલી ઊથી થાય છે.

કમાંડોની સિક્વલમાં વ્યસ્ત

કમાંડોની સિક્વલમાં વ્યસ્ત

બૉલીવુડમાં એક્શન-પૅક્ડ ફિલ્મ ફોર્સ સાથે પ્રવેશ કરનાર વિદ્યુત જામવાલ હાલ તો કમાંડો ફિલ્મની સિક્વલમાં વ્યસ્ત છે.

English summary
"Commando" fame action star Vidyut Jamwal says he couldn't accept filmmaker Sooraj Barjatya's offer to play Salman Khan's younger brother in his next because of date issues. "It would be wrong if you would say I have rejected the film (with Salman Khan). The fact is that Sooraj sir and my dates were not matching."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X