Screening in Pics : આશિકી થઈ ગઈ આશિકી 2 સાથે
મુંબઈ, 24 એપ્રિલ : આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ આશિકી 2 આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ગીતો તો અગાઉથી જ હિટ થઈ ચુક્યાં છે અને તેથી જ દર્શકોને ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે. લોકોને આશા છે કે આશિક 2 ફિલ્મ આશિકી કરતાં પણ સારી હશે અને જૂનો ઇતિહાસ દોહરાવશે.
ભટ્ટ કૅમ્પની આશિકી 2 ફિલ્મની તાજેતરમાં જ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ. ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુકેશ ભટ્ટ નિર્મિત તથા મોહિત સરી દિગ્દર્શિત આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત મોહિત સુરી, મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ પણ હાજર હતાં. ફિલ્મ જોવા ભટ્ટ કૅમ્પના ચહેતા ઇમરાન હાશમી પણ તેમના પત્ની સાથે આવ્યા હતાં.
નેવુના દાયકામાં આવેલી આશિકી ફિલ્મની સિક્વલ આશિકી 2માં આદિત્ય રૉય કપૂરે એક ખૂબ જ જાણીતા ગાયકનો રોલ કર્યો છે, જ્યારે શ્રદ્ધા કપૂર એક એવી છોકરીના રોલમાં છે કે જે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ સ્થાપવા માંગે છે. શ્રદ્ધાનો સાથ આપવા આદિત્ય દરેક રીતે પ્રયત્ન કરે છે અને શ્રદ્ધાને તેની મંજિલે પહોંચાડવામાં સફળ થાય છે. ફિલ્મ એમ પણ દર્શાવાયું છે કે બંને વચ્ચે કઈ રીતે ગેરસજમણો આવે છે અને કઈ રીતે બંને જુદા પડી જાય છે.
આવો જોઇએ આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરી ઝલક.

આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ
ભટ્ટ કૅમ્પની મોહિત સુરી દિગ્દર્શિત આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્રદ્ધા કપૂર તથા આદિત્ય રૉય કપૂર.

આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ
આશિકી 2ની સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ઇમરાન હાશમી પત્ની સાથે હાજર રહ્યા હતાં.

આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ
સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ.

આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ
આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે પોઝ આપતાં દિગ્દર્શક મોહિત સુરી, શ્રદ્ધા કપૂર તથા આદિત્ય રૉય કપૂર.
-
ગુજરાત રાજ્યની GST આવકમાં 19 ટકાનો વધારો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
ભારત આ દેશ સાથે પહેલી વખત વન ડે સિરીઝ રમશે, કાર્યક્રમ જાહેર -
દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો -
ઈરાન યુદ્ધને પગલે અમદાવાદ એરપોર્ટ પર હંગામાનો માહોલ -
Stock Market Today : મધ્ય પૂર્વના તણાવે રોકાણકારોને રડાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી ઉંઘા માથે પડ્યા -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
માર્ચ મહિનામાં જ ગરમી રડાવશે, અલ-નીનોને લઈને મોટી આગાહી







Click it and Unblock the Notifications
