For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડનો આ સુપરસ્ટાર વિનોદ ખન્નાને માનતો Lucky Mascot!

બોલિવૂડના પોતાના જમાનના સુપરહિટ હીરો વિનોદ ખન્નાને આ સુપરસ્ટાર માનતા પોતાના મેન્ટર અને લકી મેસ્કોટ.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડના સુપરસ્ટાર વિનોદ ખન્ના નું ગુરૂવારે સવારે મુંબઇની હોસ્પિટલમાં નિધન થયું છે. વિનોદ ખન્ના પોતાના જમાનાના બોલિવૂડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બાદ વિનોદ ખન્નાનું નામ છે, એમ કહીએ તો ખોટું નહીં ગણાય.

જો કે, છેલ્લા કેટલાયે સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા. કેન્સરે તેમના શરીરને કોરી ખાધું હતું. હોસ્પિટલમાં તેમના ઇલાજ દરમિયાન લેવાયેલી એક તસવીર સોશયિલ મીડિયા પર થોડા સમય પહેલાં ખૂબ વાયરલ થઇ હતી.

દબંગ ખાનના લકી મેસ્કોટ

દબંગ ખાનના લકી મેસ્કોટ

વિનોદ ખન્ના હોસ્પિટલમાં દાખલ હતા તે દરમિયાન બોલિવૂડના દબંગ ખાન સલમાન તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. વિનોદ ખન્નાને સલમાન પોતાના લકી મેસ્કોટ અને મેન્ટર માનતા તથા પિતાની માફક જ માન આપતા. સલમાનની ફિલ્મો વોન્ટેડ અને દબંગમાં વિનોદ સલમાનના પિતાના પાત્રમાં જોવા મળ્યા હતા. વિનોદ ખન્નાની ચૂંટણી રેલીઓમાં પણ સલમાન હાજરી આપી ચૂક્યાં છે તથા લોકોને વોટ કરવાની અપીલ પણ કરી ચૂક્યાં છે.

પાકિસ્તાનમાં જન્મ

પાકિસ્તાનમાં જન્મ

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમના જન્મના થોડા સમય પછી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેમનું પરિવાર પેશાવર છોડી મુંબઇ શિફ્ટ થયું હતું. વર્ષ 1968માં તેમણે સુનીલ દત્તની ફિલ્મ મન કા મીત દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો વિલનનો રોલ હતો અને ફિલ્મ સુપરહિટ રહી હતી.

વિલન અને પોલીસના રોલમાં હિટ

વિલન અને પોલીસના રોલમાં હિટ

વિનોદ ખન્ના તેમની શરૂઆતની ફિલ્મોમાં નેગેટિવ પાત્રો કે વિલનના રોલ ભજવતા જોવા મળ્યા હતા. સોલો લીડ હોરી તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી, 'હમ, તુમ ઓર વો', જે 1971માં રિલીઝ થઇ હતી. ત્યાર બાદ તેમની આવેલી ફિલ્મ 'મેરે અપને'માં પણ તે એન્ગ્રી યંગ મેનના લૂકમાં જોવા મળ્યા હતા. ગુલઝારની ફિલ્મ 'અચાનક'માં તેઓ આર્મી ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા. આ એ ફિલ્મો હતી, જેને કારણે વિનોદ ખન્ના બોલિવૂડમાં સુપરસ્ટાર તરીકે સ્થાપિત થયા.

ઓશો રજનીશના અનુયાયી

ઓશો રજનીશના અનુયાયી

વિનોદ ખન્નાનું ફિલ્મી કરિયર ઘણા અંશે ડામાડોળ રહ્યું હતું. તેઓ જ્યારે પોતાના કરિયરની ટોચ પર હતા ત્યારે જ ઓશો રજનીશના અનુયાયી બની ગયા હતા. આ દરમિયાન તેમણે કોઇ બોલિવૂડ ફિલ્મ કરી નહોતી. વર્ષ 1982માં તેમણે ઓશોના અનુયાયી બની ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. પાંચ વર્ષ બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે બોલિવૂડમાં ઘણું બદલાઇ ચૂક્યું હતું.

કેન્સરે કર્યા હાલ બેહાલ

કેન્સરે કર્યા હાલ બેહાલ

ચાર્મિંગ વિનોદ ખન્ના પોતાના છેલ્લા દિવસોમાં આવા દેખાતા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતાં. થોજા સમય પહેલાં જ્યારે વિનોદ ખન્નાનો આ ફોટો વાયરલ થયો ત્યારે ઘણાને ખૂબ આઘાત લાગ્યો હતો.

અહીં વાંચો

અહીં વાંચો

ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!ઓશોની કાળી બાજુ : વિનોદ ખન્નાને સુપરસ્ટાર બનતા અટકાવ્યા હતા!!!

ઓશોએ માત્ર બોલિવૂડના નામાંકિત કલાકાર વિનોદ ખન્નાની જિંદગી જ નહોતી બદલી, પણ તેની પાસેથી સુપરસ્ટારનો બિલ્લો પણ છિનવી લીધો હતો. વિનોદ ખન્ના જો ઓશો રજનીશનાં ચક્કરમાં ન પડ્યા હોત તો બોલિવૂડનો ઈતિહાસ કદાચ જુદો જ હોત.

English summary
Vinod Khanna was the lucky mascot for this Bollywood Superstar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X