Viral Post : માઇકલ જેક્શન અને શ્રીદેવીની મોત પાછળ એક જ કારણ છે?
બોલીવૂડની પ્રસિદ્ધ અને લોકપ્રિય અભિનેત્રી તેવી શ્રીદેવીનું હાર્ટ અટેકથી દુબઇમાં અચાનક નિધન થઇ ગયું છે. દુબઇમાં તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવ્યો તે મુજબ તેમની મૃત્યુનું કારણ તેમના હદયની ગતિ ઓછી થવાનું જણાવવામાં આવ્યું હતું. શ્રીદેવીની અચાનક મોતથી હાલ સમગ્ર બોલીવૂડ અને તેમના લાખો કરોડો ચાહકો ગમગીન બન્યા છે. પણ હાલમાં શ્રીદેવીને લઇને એક મેસેજ તેજીથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ સમાચારમાં કોઇ સચ્ચાઇ છે કે નહીં તેનો દાવો અમે નથી કરી રહ્યા પણ જે રીતે વિવાદ વધી રહ્યો છે તેના કારણે શ્રીદેવી પણ માઇકલ જેક્શનની જેમ તેવી સેલેબ્રિટીના લિસ્ટમાં સામેલ થવાની ચર્ચા ઊભી થઇ છે જે લોકો પ્લાસ્ટિક સર્જરી અને તે પછી દવાઓ અને તેની આડઅસરના કારણે મોત પામ્યા હોય.

વાયરલ મેસેજ
આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે શ્રીદેવીએ 29 થી વધુ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. જેમાં તેના નાકની સર્જરી પણ સામેલ છે. હોટ પર થયેલી છેલ્લી સર્જરી તેના મોતનું કારણ બની હોવાની વાત આ વાયરલ મેસેજમાં કરવામાં આવી છે. શ્રીદેવીને લઇને વાયરલ થયેલા મેસેજમાં એક પિયાલી ગાંગુલી નામની મહિલાની વાત ઉચ્ચારવામાં આવી રહી છે. કહેવાય છે કે પિયાલી ગાંગુલી બોલીવૂડના અનેક સ્ટારની ખાસમખાસ હતી. અને પિયાલી ગાંગુલીને તેવું લાગ્યું કે શ્રીદેવી ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. પણ તે આ વાતથી ખુશ નહતી.

પિયાલી ગાંગુલી અને શ્રીદેવી
પિયાલીને તે જાણવા મળ્યું કે શ્રીદેવી પર ઓછા વજન, ઓછી કરચલીઓ વાળા ચહેરા અને નાની ઉંમરના દેખાઇ રહેવાનો ખૂબ જ દબાવ હતો. અને તેમને પોતાની સુંદરતા પર વિશ્વાસ નહતો માટે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. જો કે બની શકે કે અન્ય વાયરલ પોસ્ટની જેમ આ વાત પણ સંપૂર્ણપણે કાલ્પનિક હોય અને તેમાં કોઇ સચ્ચાઇ ના હોય. જો કે આ વાતનો હાલ કોઇ ખુલાસો નથી થયો.

સેલેબ્રિટી અને ગૂડલૂક પ્રેશર
સોશ્યલ મીડિયામાં આ સાથે જ તેવી પણ ચર્ચા ઊભી થઇ હતી કે પ્લાસ્ટિક સર્જરીના કારણે ડોક્ટરે તેમને લોહી જાડું થવાની દવા આપી હતી. અને તેની આડઅસરના ભાગ રૂપે તેમના હદયમાં લોહી ઓછું પહોંચતા તેમને હાર્ટ અટેક આવ્યો. જો કે આ તમામ વાતોની સચ્ચાઇ હજી જાણી શકાઇ નથી. એટલે આ વાતનો દાવો કરવો અયોગ્ય છે. પણ દુબઇમાં જ્યારે શ્રીદેવી બાથરૂમમાં મુર્છિત થઇ ગઇ ત્યારે તેને સૌપ્રથમ દુબઇને રશિદ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને હાર્ટ અટેકના કારણે મૃત જાહેર કરી હતી.

શ્રીદેવીની મોતનું સાચું કારણ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અને ડોક્ટરો દ્વારા જે પ્રાથમિક તપાસ થઇ હતી તે મુજબ એજ જાણકારી બહાર આવી હતી કે શ્રીદેવીનું મોત હાર્ટ અટેક કે પછી હદયની ગતિ ધીમી થવાના કારણે થયું હતું. ઉલ્લેખનીય છે કે જાણીતા પોપ ગાયક માઇકલ જેક્શનને પણ અનેક પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. અને તે પ્લાસ્ટિક સર્જરીના કારણે થઇ રહેલા દુખાવાની વધુ પડતા ડોઝના કારણે તેમની મોત થઇ હતી. આ વાયરલ ખબરના કારણે બોલીવૂડ અને સેલેબ્રિટીના જીવનમાં હંમેશા સુંદર દેખાઇ રહેવાની કેટલું પ્રેશર હોય છે તે વાત પણ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.