For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સાથે હશે ભટ્ટ પરિવાર, વિશેષ 28મીએ કરશે લગ્ન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 નવેમ્બર : પિતા મુકેશ ભટ્ટ તથા કાકા મહેશ ભટ્ટની કમ્પની વિશેષ ફિલ્મ્સની તમામ જવાબદારીઓ સંભાળતાં ફિલ્મકાર વિશેષ ભટ્ટ હવે ઘોડીએ ચડવા જઈ રહ્યાં છે. આગામી 28મી નવેમ્બરે તેઓ પોતાની બાળપણની મિત્ર કનિકા સાથે લગ્ન કરી રહ્યાં છે. આ સાથે 28મી નવેમ્બરે આખો ભટ્ટ પરિવાર એક સાથે હશે.

visheshbhatt-kanika
વિશેષના પિતા તથા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે જણાવ્યું કે આ તેમના પરિવાર માટે એક મહત્વનો દિવસ હશે. મર્ડર 3 ફિલ્મ સાથે વિશેષ દિગ્દર્શક તરીકે શરુઆત કરી હતી. મુકેશ ભટ્ટે જણાવ્યું - હું એટલું જ કહીશ કે આ સમગ્ર ભટ્ટ પરિવાર માટે એક મોટો દિવસ હશે. અમે સૌ વિશેષના લગ્ન અંગે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ. માત્ર હું જ નહીં, પણ વિશેષના ભાઈ, મોહિત સુરી, ઇમરાન હાશમી, પૂજા ભટ્ટ તથા આલિયા ભટ્ટ સહિત બધા ખુશ છે.

મળતી માહિતી મુજબ વિશેષ ભટ્ટ પોતાની બાળપણની મિત્ર કનિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. 28મી નવેમ્બરના રોજ લગ્ન સમારંભ બાંદ્રાના તાજ લૅન્ડ્સ એન્ડ ખાતે યોજવામાં આવશે. કનિકા વિશેષના પાડોસી છે અને તેમના પરિવાર સાથે હળીમળી ચુકી છે. મુકેશે જણાવ્યું - કનિકા અને વિશેષ સાથે ઉછર્યાં છે. કનિકા એક વ્યવસાય છે અને તેમના પિતા તબીબ છે. તેઓ બાંદ્રામાં વિશેષ ભટ્ટની બિલ્ડિંગમાં જ રહે છે. મુકેશે જણાવ્યું - તેમની વચ્ચે પ્રેમ થયો અને હવે બંને લગ્ન કરવા માંગે છે. સાથે જીવવા કરતાં સારૂં શું હોઈ શકે?

English summary
Filmmaker Vishesh Bhatt, who debuted as a director with "Murder 3", will marry his childhood friend Kanika Nov 28. His father and filmmaker Mukesh Bhatt says it's a great moment for their family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X