મુન્નાભાઈ MBBS પહેલા મને ઓફર થઇ હતી, પરંતુ હું બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતો
હાલમાં વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદી બાયોપિકને કારણે ખબરોમાં છવાયેલા છે. તેમને ખુલાસો કર્યો છે કે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ માટે રાજકુમાર હિરાનીની પહેલી પસંદ તેઓ હતા. વિવેક ઓબેરોયે જણાવ્યું કે વર્ષ 2003 દરમિયાન મુન્નાભાઈ એમબીબીએસ માટે સૌથી પહેલા તેમને ઓફર આવી હતી પરંતુ મારી પાસે તેના માટે તારીખો ના હતી. એટલા માટે આ રોલ સંજય દત્ત પાસે ચાલ્યો ગયો.
આ ફિલ્મને રિજેક્ટ કરવાની વાત પર વિવેક ઓબેરોયે જણાવ્યું કે મને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી પરંતુ મારી પાસે તારીખો ના હતી. આ ભાગ્યની વાત છે કે આ ફિલ્મ સંજય દત્તના નસીબમાં લખી હતી.
બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા
મુન્નાભાઈ સિવાય પણ વિવેક ઓબેરોય ઘણી ફિલ્મો રિજેક્ટ કરી ચુક્યા છે. તેના વિશે વાત કરતા વિવેક ઓબેરોયે જણાવ્યું કે તેમને 10 જેટલી એવી ફિલ્મો રિજેક્ટ કરી, જે પાછળથી સફળ રહી હતી. પરંતુ 70-80 એવી ફિલ્મો પણ રિજેક્ટ કરી જે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થઇ.
અહીં જુઓ કેટલીક એવી મોટી ફિલ્મો જેને વિવેક ઓબેરોયે રિજેક્ટ કરી હતી...

ઓમ શાંતિ ઓમ
ફરાહ ખાને ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં વિલનના રોલ માટે વિવેક ઓબેરોયને એપ્રોચ કર્યો હતો પરંતુ તે સમયે તેઓ નેગેટિવ રોલ કરવા માંગતા ના હતા.

રોક ઓન
ફરહાન અખ્તરે પોતાની ફિલ્મ રોક ઓન માટે વિવેક ઓબેરોયને પસંદ કર્યો હતો પરંતુ તેને ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.

હમ તુમ
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે સૈફ અલી ખાને રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. વિવેક ઓબેરોયે આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી.

બંટી ઔર બબલી
અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની આ સુપરહિટ ફિલ્મ માટે પહેલા વિવેક ઓબેરોયને એપ્રોચ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી.