Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુઓ તસવીરો : જેટીએચજેમાં શાહરુખની શાહી સવારી

મુંબઈ, 13 નવેમ્બર : દુનિયાને શાહી સવારી એટલે કે બુલેટની સફરની મજા અપાવનાર દેશની મુખ્ય ટૂ વ્હિલર નિર્માતા કંપની રૉયલ એન્ફિલ્ડની લોકપ્રિયતા સતત વધતી જાય છે. હા જી. રૉયલ એન્ફિલ્ડના દીવાના તો આખી દુનિયામાં મોજૂદ છે, પરંતુ બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાન પણ આ બાઇકથી સફર કરવાનું ખૂબ પસંદ કરે છે. આજે એટલે કે મંગળવારે યશ રાજ બૅનરની મોસ્ટ અવેટેડ ફિલ્મ જબ તક હૈ જાન રિલીઝ થઈ છે.

એમ તો આ ફિલ્મ સાથે જોડાયેલી અનેક ચર્ચાઓ અને વાર્તાઓ છે, પરંતુ એક ખાસ વાત એ પણ છે કે આ ફિલ્મમાં રૉયલ એન્ફિલ્ડની શાનદાર બાઇક ડેઝર્ટ સ્ટૉર્મનો ખૂબ ઉપયોગ કરાયો છે. ખૂબ જ આકર્ષક લુક તેમજ દમદાર એંજીન ધરાવતી આ બાઇકનો કોઈ પણ જવાબ નથી. આ ઉપરાંત આ બાઇક ફિલ્મના મુખ્ય અભિનેતા શાહરુખ ખાન સાથે જ અનુષ્કા શર્માએ પણ ખૂબ દોડાવી છે.

આવો તસવીરો દ્વારા જોઇએ શાહરુખની શાહી સવારી.

જેટીએચજેમાં દેખાયો રૉયલ એન્ફિલ્ડનો દમ

જેટીએચજેમાં દેખાયો રૉયલ એન્ફિલ્ડનો દમ

જબ તક હૈ જાન એટલે કે જેટીએચજેમાં શાહરુખ ખાન રૉયલ એન્ફિલ્ડની આ શાનાર બાઇક લેહના ખૂબ જ ખતરનાક માર્ગોએ દોડાવતાં નજરે પડે છે.

ફિલ્મોમાં ખૂબ વપરાશ

ફિલ્મોમાં ખૂબ વપરાશ

રૉયલ એન્ફિલ્ડનો વપરાશ ફિલ્મોમાં લાંબાગાળાથી થઈ રહ્યો છે, પરંતુ તાજેતરના દિવસોમાં કંપનીએ યુવાવર્ગની લાગણી સમજી કેટલાંક એવા મૉડેલો બજારમાં રજૂ કર્યા છે કે જેથી આ બાઇક ફરી એક વાર યુવાનોની પ્રથમ પસંદગી બની ગઈ છે.

કૅટ કરી ચુક્યાં છે ઉપયોગ

કૅટ કરી ચુક્યાં છે ઉપયોગ

લેહની બરફવાળી ખડકો વચ્ચેથી નિકળતાં અભિનેતા શાહરુખ ખાન. આપની જણાવી દઇએ કે આ અગાઉ તાજેતરમાં જ રિલીઝ થયેલ ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં પણ રૉયલ એન્ફિલ્ડના શાનદાર મૉડેલ ક્લાસિકનો ઉપયોગ કૅટરીના કૈફે કર્યો હતો.

અનુષ્કાએ મજા માણી

અનુષ્કાએ મજા માણી

જેટીએચજેમાં માત્ર શાહરુખ ખાને જ બુલેટ નથી દોડાવી, પણ અનુષ્કા શર્માએ પણ આસમાની રંગની રૉયલ એન્ફિલ્ડની સવારીની ખૂબ મજા માણી છે.

પોસ્ટરમાં પણ આકર્ષણ

પોસ્ટરમાં પણ આકર્ષણ

આ ફિલ્મના પોસ્ટર ઉપર રૉયલ એન્ફિલ્ડનો આ દમદાર રૂપ લોકોને ખૂબ આકર્ષી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન એક સેનિક સમરની ભૂમિકામાં છે અને આર્મી રંગે રંગાયેલી ડેઝર્ટ સ્ટૉર્મ તેમની ઉપર ખૂબ રુચે છે.

ત્રણ મૉડેલ્સનો ઉપયોગ

ત્રણ મૉડેલ્સનો ઉપયોગ

જેટીએચજેમાં રૉયલ એન્ફિલ્ડના કુલ ત્રણ મૉડેલ્સ ડેઝર્ટ સ્ટૉર્મ, થંડરબર્ડ તેમજ ક્લાસિક 350નો ઉપયોગ કરાયો છે.

શાહરુખ પણ બની ગયાં ફૅન

શાહરુખ પણ બની ગયાં ફૅન

શાહરુખ ફિલ્મમાં સૈન્યમાં ફરજ દરમિયાન ક્લાસિક બેટેલ ગ્રીન દોડાવતાં નજરે પડે છે. આ બાઇકમાં કંપનીએ 500 સીસીની ક્ષમતા ધરાવતા દમદાર એંજીનનો પ્રયોગ કર્યો છે. ખૂબ જ આકર્ષક લુક તથા દમદાર એંજીન ક્ષમતાના પગલે શાહરુખ ખાન પણ આ બાઇકના ફૅન થઈ ગયાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X