• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિદેશી દર્શકો દબંગ 2 ઑનલાઇન જોઈ શકશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 એપ્રિલ : ગત વર્ષે જોરદાર કમાણી કરનાર દબંગ 2 ફિલ્મ હવે આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ઑનલાઇન ઉપલબ્ધ હશે. જો સલમાન ખાનના ફૅન્સ ફિલ્મના જાણીતા પાત્ર ચુલબુલ પાન્ડેને મોટા પડદે ન જોઈ શક્યા હોય, તો તેઓ હવે તેને કોઈ પણ સમયે અને ક્યાંય પણ ઇરોસ નાઊ ઉપર ઑનલાઇન જોઈ શકે છે.

મળતી માહિતી મુજબ ભારતમાં દબંગ 2 ઑનલાઇન જોવાની સુવિધા નહીં મળે, પરંતુ દેશની બહારના દર્શકો ઇરોસ નાઊના ગ્રાહક બની 2010ની અત્યંત સફળ દબંગ ફિલ્મની સિક્વલ દબંગ 2 ઑનલાઇન જોઈ શકે છે.

પચાસ કરોડ રુપિયાના ખર્ચે બનેલી દબંગ 2 ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક અરબાઝ ખાન છે. દબંગ 2 ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ 21.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા અને પ્રકાશ રાજ છે. આ ફિલ્મનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થયેલો છે.

English summary
Watch Salman Khan's Dabangg 2 online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X