For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ તસવીરોમાં શાહરુખની યંગ હીરોઇનો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના નામ સાથે પોતાનું નામ જોડવા બૉલીવુડની જ નહિં, પણ હૉલીવુડની હીરોઇનો પણ તલપાપડ રહે છે. ઉંમરમાં ભલે શાહરુખ આજની હીરોઇનો કરતાં ઘણાં મોટા હોય, પણ તેમની સાથે ઑન સ્ક્રીન રોમાંસ કરવા બૉલીવુડની યંગથી યંગ હીરોઇનો પણ તૈયાર રહે છે. કરીના કપૂરથી માંડી કૅટરીના કૈફ, તમામ શાહરુખ સાથે રોમેન્ટિક ફિલ્મો કરવા માંગે છે.

પરંતુ તાજેતરમાં જ પોતાના એક ઇંટરવ્યૂ દરમિયાન શાહરુખે જણાવ્યું કે ભલે યંગ હીરોઇનો તેમની સાથે કામ કરવા માંગતી હોય, પરંતુ તેઓ પોતે તો ઓલ્ડ બ્યુટીઝના દીવાનાં છે. શાહરુખે જણાવ્યું - યંગ છોકરીઓ મને ચાહે છે, પરંતુ હું ઓલ્ડ મહિલાઓ પસંદ કરું છું. હા હા હા... જોયું મારી પાસે પેસ્ટ છે... મજાક કરી રહ્યો છું.

શાહરુખ ખાને અત્યાર સુધી પોતાના ફિલ્મી કરિયરમાં મોટાભાગે પોતાનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે જ કામ કર્યું છે અને તેમાંથી મોટાભાગની જોડીઓ હિટ રહી છે.

પોતાનાથી વધુ વયની હીરોઇનોમાં શાહરુખે માત્ર માધુરી દીક્ષિત અને શ્રીદેવી સાથે કામ કર્યું છે. શાહરુખ સાથે જોડી બનાવનાર યંગ હીરોઇનોમાં આ વર્ષના અંતે પ્રિયંકા ચોપરાના બહેન પરિણીતી ચોપરાનો પણ સમાવેશ થઈ શકે છે.

તો આપ જોઈ શકો છો કે શાહરુખ ભલે એમ કહેતા ફરે કે તેમને ઓલ્ડ મહિલાઓ પસંદ છે, પરંતુ હકીકતમાં સિલ્વર સ્ક્રીન પર શાહરુખે યંગ હીરોઇનો સાથે જ રોમાંસ કર્યો છે. આજે પણ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર દરેક નવી હીરોઇન એક સ્વપ્ન લઈને આવે છે કે કદાચ તેને શાહરુખ સાથે કામ કરવાની એક તક મળી જાય.

જુઓ શાહરુખ ખાનની યંગ હીરોઇનો :

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ડૉન તથા ડૉન 2 ફિલ્મમાં શાહરુખ ખાને બૉલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા સાથે જોડી બનાવી. પ્રિયંકા શાહરુખ કરતાં ઘણી નાની છે, પરંતુ આમ છતાં શાહરુખ અને પ્રિયંકા વચ્ચે બહુ સારી કૅમિસ્ટ્રી છે. બંને ખૂબ સારા મિત્રો પણ છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર સાથે શાહરુખે સૌપ્રથમ અશોકા ફિલ્મ કરી હતી. જોકે બંનેની આ ફિલ્મ કઈંક ખાસ ઉકાળી શકી નહોતી. પછી શાહરુખ અને કરીના તાજેતરમાં જ આવેલ ફિલ્મ રા.વન તથા બૉડીગાર્ડમાં પણ સાથે દેખાયાં.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

શાહરુખ અને પ્રીતિ ઝિંટા સૌપ્રથમ દિલ સે ફિલ્મમાં એક સાથે દેખાયાં. પછી કલ હો ના હો ફિલ્મમાં ફરી વાર આ જોડી સાથે આવી. વીર ઝારામાં પણ બંને સાથે હતાં. શાહરુખ અને પ્રીતિ ખૂબ સારા મિત્રો પણ છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

શાહરુખની યાદીમાં શામેલ યંગ હીરોઇનોમાં અત્યાર સુધીની સૌથી વધુ યંગ હીરોઇન અનુષ્કા શર્મા છે. તેની સાથે શાહરુખ ખાને રબ ને બના દી જોડી ફિલ્મ કરી કે જે સફળ રહી. હવે આ દીવાળીએ રિલીઝ થવા જઈ રહેલ જબ તક હૈ જાન ફિલ્મમાં પણ આ જોડી બીજી વાર એક સાથે નજરે પડશે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

શાહરુખ સાથે કામ કરનાર યંગ હીરોઇનોમાં દીપિકા પાદુકોણેનો પણ સમાવેશ થાય છે. ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં બંને એક સાથે નજરે પડ્યાં.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જી સાથે ઘણી ફિલ્મો કરી છે. રાણી શાહરુખ કરતાં 15 વર્ષ નાનાં છે, પરંતુ શાહરુખ-રાણીની જોડી લોકોને બહુ જામી. રાણી સાથે શાહરુખ કુછ કુછ હોતા હૈ, ચલતે ચલતે, કભી ખુશી કભી ગમ જેવી અનેક હિટ ફિલ્મો કરી છે.

કાજોલ

કાજોલ

શાહરુખ અને કાજોલની જોડી બૉલીવુડની સૌથી હિટ જોડી રહી છે. શાહરુખની મોટાભાગની હિટ રોમેન્ટિક ફિલ્મો બાઝીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમમાં કાજોલ જ મુખ્ય હીરોઇન હતી. કાજોલ પણ શાહરુખ કરતાં લગભગ દસ વર્ષ નાની છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

યશ ચોપરા વિદાય પહેલાં પણ શાહરુખ ખાનની એક નવી અને ખૂબસૂરત જોડી બનાવતાં ગયાં. આ જોડી છે કૅટરીના કૈફ અને શાહરુખ ખાનની. યશજીની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ-કૅટ પહેલી વાર સાથે નજરે પડશે. હવે આ જોડી લોકોને કેટલી પસંદ પડે છે, તે તો દીવાળી પછી જ ખબર પડશે.

પરિણીતી

પરિણીતી

પ્રિયંકા સાથે ડૉન કર્યા બાદ શાહરુખ ખાન ફિલ્મ લૅડીઝ વર્સિસ રિકી બહેલથી પોતાની કરિયર શરૂ કરનાર પરિણીતી ચોપરા સાથે પણ ફિલ્મ કરવાનું વિચારી રહ્યાં છે. ફરાહ ખાન વર્ષાંતે હૅપ્પી ન્યુ ઇયર બનાવવાનાં છે અને તેઓ ઇચ્છે છે કે પરિણીતી શાહરુખની પાર્ટનર બને.

English summary
Shahrukh Khan', this name itself is more than enough to create hysteria amongst women all across the globe. Shahrukh is one of the very few actors, who is loved by females of all age groups. But Shahrukh saya that he likes older women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X