• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે અમે સમ્પૂર્ણ ફિલ્મી પરિવાર છીએ : કુણાલ રૉય કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેતા તથા દિગ્દર્શક કુણાલ રૉય કપૂર કહે છે કે તેમની કોઈ ફિલ્મી પારિવારિક પૃષ્ઠભૂમિ નથી, પણ આજે તેમનો પરિવાર એક ફિલ્મી પરિવાર છે. તેમના મોટા ભાઈ સિદ્ધાર્થ રૉય કપૂર ફિલ્મ નિર્માતા છે, તો નાના ભાઈ આદિત્ય રૉય કપૂર વીડિયો જૉકી તથા ફિલ્મ અભિનેતા છે.

ત્રણે ભાઇઓએ જુદા-જુદા ક્ષેત્રોથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. મોટા ભાઈ સિદ્ધાર્થ ફિલ્મ નિર્માણ કમ્પની ડિઝની યૂટીવીના મૅનેજિંગ ડાયરેક્ટર છે અને નાના ભાઈ આદિત્યે આશિકી 2 ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે.

કુણાલ રૉય કપૂરે જણાવ્યું - હું પોતાના પરિવારને ફિલ્મી પરિવાર નહિં કહું. અમે જુદા-જુદા રસ્તે ચાલી ફિલ્મ જગતમાં પગલા મૂક્યાં. સિદ્ધાર્થે ઔદ્યોગિક ક્ષેત્રથી ફિલ્મમાં પ્રવેશ કર્યો, હું થિયેટરની દુનિયાથી આવ્યો અને આદિત્ય વીડિયો જૉકીમાંથી અભિનેતા બન્યો, જ્યારે અમે કોઈ ફિલ્મી પરિવારમાં જન્મ નથી લીધો.

કુણાલ રૉય કપૂર દેલહી બેલી તથા નૌટંકી સાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમણે જણાવ્યું - અમારા દાદાજી ફિલ્મકાર બનવાનું સ્વપ્ન લઈ મુંબઈ આવ્યા હતાં. તેમણે કેટલીક ફિલ્મો પણ બનાવી, પરંતુ તેઓ સફળ ન થયાં. તેથી અમે અગાઉથી કોઈ ફિલ્મી પરિવારમાંથી નહોતા આવતાં. મારા પિતા આર્મીમાં હતાં અને માતા નૃત્ય શિક્ષિકા હતાં. હવે આશ્ચર્યજનક રીતે અમે એક ફિલ્મી પરિવાર બની ચુક્યાં છે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ ફિલ્મી પરિવારમાં સિદ્ધાર્થના પત્ની તરીકે જોડાયેલાં વિદ્યા બાલન પણ બૉલીવુડના જાણીતા અભિનેત્રી છે.

English summary
His elder brother is associated with a film production banner, while his younger brother is a video jockey-turned-actor. Director-actor Kunaal Roy Kapoor feels even though they are not really a film family, but they have ended up being one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X