• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે એનસીબીના અધિકારીએ આર્યન ખાનને કહ્યુ ચલો કાર્યાલય, દોસ્તે જૂતામાં છૂપાવીને રાખી હતી ચરસ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ માટે 4 ઓક્ટોબર એટલે કે રવિવારનો દિવસ ઘણો હલચલભર્યો રહ્યો. જે રીતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બૉલિવુડના કિંગ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી તેનાથી સહુ કોઈ ચોંકી ગયા. શનિવાર મોડી રાતે ગોવા જઈ રહેલ ક્રૂઝ લાઈનર પર રેડ બાદ એનસીબીની ટીમે ઘણા લોકોને ડ્રગ્ઝના ઉપયોગના આરોપમાં કસ્ટડીમાં લીધા જેમાં આર્યન ખાન પણ શામેલ હતો. જો કે પહેલા આર્યન ખાનની એનસીબીએ પૂછપરછ કરી જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. આર્યન પર ચરસના ઉપયોગનો કેસ નોંધાયો છે.

એનસીબની ઑફિસમાં પસાર થઈ આર્યન અને તેના દોસ્તોની રાત

એનસીબની ઑફિસમાં પસાર થઈ આર્યન અને તેના દોસ્તોની રાત

એનસીબીની ટીમે કુલ 8 લોકોની આ રેડ દરમિયાન ધરપકડ કરી છે જેમાં આર્યન ખાન અને તેના દોસ્ત તેમજ ફિલ્મ એક્ટર અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધનેચા પણ શામેલ છે. આ બધા લોકોને કસ્ટડીમાં લીધા બાદ એનસીબીએ કોર્ટમાં હાજર કર્યા જ્યાં તેમને સોમવાર સુધી માટે એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. એટલે કે રવિવારની રાત આર્યન અને તેનો દોસ્તોને એનસીબીની કસ્ટડીમાં પસાર કરવી પડી છે. રિપોર્ટ અનુસાર ધમેચા મધ્ય પ્રદેશના વેપારીની દીકરી છે, વળી, અરબાઝ એક વેપારીનો દીકરો છે. જે પાંચ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં નુપુર સજિતા, ઈશમીત ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા અને વિક્રાંત ચોકર શામેલ છે. તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

રેડ બાદ 200 લોકોએ રદ કર્યો કાર્યક્રમ

રેડ બાદ 200 લોકોએ રદ કર્યો કાર્યક્રમ

ક્રૂઝ લાઈનર કોર્ડેલિયા ક્રૂજેજમાં લગભગ 800-100 યાત્રીઓ સવાર હતા, આ લોકો મુંબઈથી ગોવા માટે રવાના થયા હતા. ત્યારબાદ અહીં એનસીબીએ રેડ પાડી અને લગભગ એક ડઝન લોકોની ધરપકડ કરી. એનસીબીની કાર્યવાહી બાદ 200 લોકોએ શિપ આગળ નહિ લઈ જવાનો નિર્ણય કર્યો અને ટ્રિપમાંથી પાછા આવી ગયા. તમને જણાવી દઈએ કે આ શિપ આજે સવારે પાછુ આવી જશે. એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે અમે મુંબઈ અને નવી મુંબઈમાં રેડ પાડી રહ્યા છે.

શું મળ્યુ રેડમાં

શું મળ્યુ રેડમાં

એનસીબીએ દાવો કર્યો છે કે તેમને કુલ 13 ગ્રામ કોકેન, 12 ગ્રામ ચરસ, 22 એમડીએમની ગોળીએ, 5 ગ્રામ મેફ્રેડ્રોન અને 1.3 લાખ રુપિયા કેશ મળ્યા છે. રિમાન્ડમાં આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેસાની કસ્ટડીના માંગ કરવામાં આવી છે. એનસીબીએ જણાવ્યુ છે કે આ ત્રણેને ડ્રગ્ઝના ઉપયોગ, વેચાણ અને ખરીદના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યુ કે આ લોકો સામે અલગગ-અલગ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે જેમાં મહત્તમ એક વર્ષની સજા કે 20000 રૂપિયા સુધીને દંડ થઈ શકે છે.

આર્યન ખાને માંગી માફી

આર્યન ખાને માંગી માફી

એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે આર્યન, મર્ચન્ટ અને ધમેચાની સાઉથ મુંબઈ સ્થિત બાલાર્ડ પિયર સ્થિત એનસીબીના કાર્યાલયમાં પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન આર્યનને જ્યારે અમે અમારી સાથે એનસીબીની ઑફિસમાં જવા માટે કહ્યુ તો તે પોતાની ભૂલ માટે માફી માંગ રહ્યો હતો. અધિકારીએ જણાવ્યુ કે આ લોકોએ રવિવારે સાંજે 4 વાગે જેજે હૉસ્પિટલ મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. જેની 40 મિનિટ બાદ તેને ત્યાંથી પાછો એનસીબીની ઑફિસ લઈ જવામાં આવ્યો અને સાંજે 7 વાગે હૉલિડે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે આર્યનની પાસેથી અમને કોઈ વર્જિત પદાર્થ મળ્યો નથી પરંતુ તેના દોસ્ત અમુક માત્રામાં ચરસને પોતાના જૂતામાં છૂપાવી હતી. આર્યન અને અરબાઝ મર્ચન્ટ એક જ રૂમમાં રોકાયા હતા.

વૉટ્સએપ ચેટથી મળી માહિતી

વૉટ્સએપ ચેટથી મળી માહિતી

કોર્ટમાં જે રિમાન્ડ અરજી દાખલ કરવામાં આવી છે તેમાં એનસીબી તરફથી કહેવામાં આવ્યુ છે કે અમને વૉટ્સએપ ચેટ મળી છે જેમાં સ્પષ્ટ રીતે ડ્રગ્ઝ પેડલરની માહિતી સામે આવી છે કે જે નિયમિત રીતે આ કામ કરે છે. એનસીબીના વકીલ અદ્વૈત સેઠનાએ આ લોકોની કસ્ટડીના માંગ કરી છે. જ્યારે સતીષ માનશિંદેએ કહ્યુ કે અમે જામીન રિમાન્ડની માંગ ન્યાયોચિત નહિ હોય.

કેવી રીતે પહોંચ્યા એનસીબીના અધિકારી

કેવી રીતે પહોંચ્યા એનસીબીના અધિકારી

તમને જણાવી દઈએ કે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ પર મફતમાં એન્ટ્રી આપવામાં આવી હતી. શિપ પર લોકો પાસેથી 60 હજારથી 3 લાખ રૂપિયા સુધીની ટિકિટ વસૂલવામાં આવી હતી. આ શિપ ઑસ્ટ્રિયન માલિકનુ છે. એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે અમે છેલ્લા 15 દિવસથી આ ઈન્ટરનેશનલ ક્રૂઝ મિશન પર કામ કરી રહ્યા હતા. અમે ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર યાત્રી તરીકે આવ્યા અને અમે ખુદની ઓળખ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે જણાવી હતી. એનસીબીએ જણાવ્યુ કે શિપના રૂમોમાં ડ્રગ્ઝ હતી જેને સીધી જોઈન્ટ તરીકે લેવામાં આવી શકતી હતી. અમે એ વાતની પુષ્ટિ કરવા માંગતા હતા કે શું ઑર્ગેનાઈઝેશનને આની માહિતી હતી કે નહિ.

English summary
What happened with Aryan Khan and his friends when NCB busted drugs racket. Know all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X