નિમરતનો ફોટો શેર કરીને યુઝરે કર્યો સવાલ, 'ક્લીવેજ બતાવવા પાછળ તમારો હેતુ શું છે?'
મુંબઈઃ સોશિયલ મીડિયા પર અભિનેત્રી નિમરત કૌરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના ડ્રેસ પર સવાલ કરીને ક્લીવેજ બતાવવા પર સવાલ કરવામાં આવ્યો છે. નિમરત કૌરનો આ ફોટો એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે. જેમાં તેને જ નહિ પરંતુ તમામ મહિલાઓને એ પૂછ્યુ છે કે એ પોતાના ક્લીવેજ કેમ બતાવે છે. આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે.

શું છે ટ્વિટ
નિમરત કૌર હાલમાં જ ટીવી શો 'ધ કપિલ શર્મા શો' પર પોતાની ફિલ્મ દસવીના પ્રમોશન માટે પહોંચી હતી. નિમરત આ શોમાં કાળા રંગનો કોર્સેટ પોશાક પહેર્યો હતો. દેવાંગ નામના ટ્વિટર યુઝરે તેને આ શો દરમિયાનનો એક ફોટો શેર કર્યો છે. દેવાંગે લખ્યુ છે - લેડીઝ, હું વાસ્તવમાં જાણવા માંગુ છુ કે આવો ડ્રેસ પહેરવાનો ઉદ્દેશ શું છે. શું આનો ઉદ્દેશ માત્ર પુરુષોને રિઝવવાનો છે તો કેમ? જો પુરુષોને આકર્ષિત કરવાનો આનો હેતુ નથી તો કેમ? પ્લીઝ મને આનુ કારણ જણાવો.
|
ટ્વીટર પર આવ્યા હજારો જવાબ
આ ટ્વિટને 1700થી વધુ લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે અને 1500થી વધુ લોકોએ આના પર રિપ્લાય કર્યુ છે. અમુક લોકો તેની વાતને સમર્થન આપી રહ્યા છે જ્યારે મોટાભાગના લોકોએ આને વાહિયાત સવાલ ગણાવ્યો છે. ઘણા યુઝર્સે કહ્યુ છે કે તમારે કોઈના કપડામાં ઝાંકવુ જ કેમ છે? ઘણા લોકોએ કહ્યુ છે કે પુરુષોમાં ખુલ્લામાં ઉભા રહીને નિકરમાં નહાય છે તો એનો ઉદ્દેશ શું હોય છે.

દસવી માટે ચર્ચામાં છે નિમરત કૌર
નિમરત કૌર હાલમાં પોતાની ફિલ્મ દસવીને લઈને ચર્ચામાં છે. નિમરત, અભિષેક બચ્ચન અને યામી ગૌતમની ફિલ્મ દસવી 7 એપ્રિલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં અભિષેકની પત્ની બનેલી નિમરત કૌરને પોતાના રોલ માટે ઘણી પ્રશંસા મળી રહી છે. કૌરની આ રોલમ માટે અમિતાભ બચ્ચને પણ પ્રશંસા કરી છે. અમિતાભે ફિલ્મ દસવીમાં નિમરત કૌરની દમદાર એક્ટિંગ માટે તેને પોતાના હાથથી એક નોટ લખીને તેના કામની પ્રશંસા કરી છે.