વરુણ ધવન- સારા અલી ખાનના કિસિંગ સીન પર ડેવિડ ધવનઃ શેની શરમ આવી રહી છે?
વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ કુલી નંબર વનને મિશ્ર પ્રતિક્રિયા મળી છે. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા પર ફિલ્મને ઘણી ટ્રોલ કરવામાં આવી ત્યાં વરુણ અને સારા અલી ખાનના અંડરવૉટર કિસિંગ સીન માટે ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારે ફિલ્મના નિર્દેશક ડેવિડ ધવનને આ કિસિંગ સીન માટે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુકે આમાં કોઈ મુશ્કેલી નહોતી આવી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવનને સવાલ કર્યો કે શું દીકરાના કિસિંગ સીનને ફિલ્માવવામાં કોઈ મુશ્કેલી આવી હતી? ડેવિડ ધવને જવાબ આપ્યો કે આમાં કોઈ મુશ્કેલી નથી આવી અને ના કોઈ શરમ અનુભવાઈ. અમે લોકો પ્રોફેશનલ છે અને પોતાનુ કામ કરી રહ્યા છે.

સ્ક્રીપ્ટની ડિમાન્ડ મુજબ કરવાનુ
તેમણે કહ્યુ, 'જ્યારે હું વરુણ સાથે શૂટિંગ કરતો હોય ત્યારે તેને જોતો કે પૂછતો નથી કે આપણે આ કરવુ જોઈએ કે નહિ. હું તેને કહુ છુ કે આ કરવાનુ છે. સ્ક્રિપ્ટમાં કિસિંગ સીનની ડિમાન્ડ છે અને આપણે એ કરવાનુ છે.'

કઈ વાતની શરમ આવી રહી છે?
તેમણે આગળ કહ્યુ, 'વાસ્તવમાં આ વિચિત્ર નથી લાગતુ. કિસિંગ સીન હાલમાં હિંદી ફિલ્મો માટે બહુ જ લાઈટ સીન છે. જ્યારે તમે એને પ્રોફેશનલી કરતા હોય તો યોગ્ય છે. તમે ડાબે, જમણે અને સેન્ટરમાં નથી જોતા. અરે, યાર મારો દીકરી કરી રહ્યો છે, શરમ આવે છે. શેની શરમ આવી રહી છે?'

રિમેક થઈ ફેલ
તમને જણાવી દઈએ કે ગોવિંદા-કરિશ્મા કપૂર સ્ટારર 1995માં આવેલી ફિલ્મ કુલી નંબર 1 એ જમાનાની ચર્ચીત ફિલ્મોમાં શામેલ રહી હતી. પરંતુ તે વર્ષ 1995 હતુ. અને હવે વર્ષ 2020 છે. માટે દર્શકોએ તેને નકારી દીધુ.