વેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો
બોલિવુડની સૌથી હસીન જોડીઓમાં શામેલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદથી જ સમાચારોમાં છવાયેલા છે. ગયા વર્ષે જ ઈટલીમાં લગ્ન કર્યા બાદ બંનેએ સોશિયલ મીડિયા પર ધીમે ધીમે પોતાના લગ્નના ફોટા શેર કર્યા હતા જે ઘણા વાયરલ થયા હતા. બંને ઘણી વાર એકબીજા સાથેનો સુંદર સમય પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ વચ્ચે શેર કરતા રહે છે. લગ્ન બાદ દીપિકા અને રણવીર હવે પોતાનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે દીપિકાએ રણવીર સાથે મળીને ખાસ પ્લાનિંગ કર્યુ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ વેલેન્ટાઈન ડેના પોતાના પ્લાનિંગનો ખુલાસો કર્યો છે.

જાણો શું છે દીપિકાનું પ્લાનિંગ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બાદ આ પહેલુ વેલેન્ટાઈન ડે છે. વેલેન્ટાઈન ડે પર દીપિકા અને રણવીરનો પ્લાન જાણવા માટે બંનેના ફેન્સ ઘણા ઉત્સુક થઈ રહ્યા છે. દીપિકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન વેલેન્ટાઈ ડેના પોતાના પ્લાનિંગનો ખુલાસો કરતા જણાવ્યુ, ‘વેલેન્ટાઈ ડે પર હું રણવીર સાથે એ જ દિવસે રિલીઝ થઈ રહેલી રણવીરની ફિલ્મ ગલી બૉય જોવા જઈ રહી છુ. એ દિવસે મારા પેરેન્ટ્સ પણ શહેરમાં હશે તો હું અને રણવીર તેમની સાથે ટાઈમ પસાર કરીશુ.' તમને જણાવી દઈએ કે રણવીર સિંહની ફિલ્મ ગલી બૉય આગામી 14 ફેબ્રુઆરી એટલે કે કાલે રિલીઝ થઈ રહી છે. રણવીરની આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી સમાચારોમાં છવાયેલી છે.

પ્રેગ્નેન્સીના સમાચારો પર શું બોલી દીપિકા
લગ્ન બાદથી જ બોલિવુડની આ જોડી મીડિયામાં છવાયેલી છે. સમાચારોમાં રહે પણ કેમ નહિ... રણવીર અને દીપિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંના એક છે અને તેમના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્ન રહ્યા. થોડા સમય પહેલા દીપિકા પોતાના વિશે ઉડી રહેલા એક સમાચારો માટે ચર્ચાઓમાં હતી. વાસ્તવમાં તેમના લગ્ન બાદથી મીડિયામાં સમાચાર આવવા શરૂ થઈ ગયા કે દીપિકા પાદુકોણ પ્રેગ્નેંટ છે. ત્યારબાદ દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચારો પર મૌન તોડતા ન્યૂઝ વેબસાઈટ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, ‘લોકોની નજરમાં તમે આમ પણ છો. એટલા માટે તમારા વિશે સતત અટકળો લગાવવામાં આવશે. ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ સાચી હોય છે અને લોકો બીજુ અનુમાન લગાવી લેતા હોય છે. કે પછી વસ્તુઓને તમે કંઈ કહ્યા પહેલા માની લેતા હોવ છો અને ક્યારેક ક્યારેક આ એકદમ જૂઠ હોય છે. વાસ્તવમાં અમે જે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે આ તેની પ્રકૃતિ છે. હું માનુ છુ કે જ્યારે થવાનુ હશે ત્યારે થશે.'

એ એટલી પ્રેમાળ અને કેરિંગ છે કે....
દીપિકા અને રણવીરે ગયા વર્ષે 14-15 નવેમ્બરે ઈટલીમાં પરિવારના ખાસ લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને બેંગલુરુ અને મુંબઈમાં પોતાના લગ્નનું રિસેપ્શન પણ આપ્યુ હતુ. હાલમાં જ ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યુમાં રણવીર કપૂરને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમને ક્યારે લાગ્યુ કે તમે અને દીપિકા લગ્ન કરી શકો છો તો રણવીરે કહ્યુ કે, ‘અમારા રિલેશનના માત્ર 6 મહિના બાદથી જ મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે દીપિકા જ મારી લાઈફ પાર્ટનર બનશે, તે એટલી પ્રેમાળ અને કેરિંગ છે, જેને શબ્દોમાં પણ નથી વર્ણવી શકતો. દીપિકા માત્ર દેખાવમાં જ નહિ દિલથી પણ ઘણી સુંદર છે. એણે મને અહેસાસ કરાવી દીધો હતો કે આ જ એ છોકરી છે જે મારી હમસફર બનશે અને મારા બાળકોની મા બનશે.'
આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- 'એવા વ્યક્તિને શોધો જે...'