મોત પહેલા સુશાંત સિંહ રાજપૂત- લૉરેન ગૉટલિબનું Whatsapp Chat વાયરલ
સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. સુશાંતની હત્યા થઇ કે આત્મહત્યા હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો મામલો સુસાઇડનો પણ છે તો આની પાછળનું કારણ શું હોય શકે છે. આ દરમિયાન ગત એક અઠવાડિયામાં સોશિયલ મીડિયા પર સુશાંતના કેટલાય વીડિયો વાયરલ થયા. જેનો નેપોટિઝ્મ સાથે જોડવામાં આવ્યો. સુશાંતના કેટલાય દોસ્તોએ પોતાના અનુભવને શેર કર્યો કે સુશાંત કેવી રીતે હંમેશા ઉત્સાહિત અને એનર્જીથી ભરપૂર રહેતા હતા.
ઝલક દિખલા જામાં જોવા મળી ચૂકેલ એક્ટ્રેસ અને કોરિયોગ્રાફર લૉરેન ગૉટલિબે દિવંગત અભિનેા સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલ જૂની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો. આ વાતચીતમાં સુશાંત કહી રહ્યા છ કે તેઓ બહારથી આવ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય પણ સપના જોવાનું બંધ નથી કર્યું.

સુશાંતે જણાવ્યો ટીવી એક્ટ્રેસનો સંઘરષ
લૉરેને સુશાંત સિંહ રાજપૂત સાથે વર્ષ 2016માં ધોની રિલીઝ પહેલાની વાતચીત શેર કરી છે. જણાવ્યું કે એક્ટર મોટા દિલવાલા હતા. આ વોટ્સએપ ચેટમાં સુશાંત સિંહ રાજપૂતે એક ટીવી એક્ટરના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થતા સંઘર્ષ વિશે લખ્યું છે.

લૉરેને સુશાંતને કહ્યું બૉલીવુડ ફિલ્મ કરવી છે
આ મેસેજમાં સુશાંતે પહેલા લૉરેનના કામ અને બાકી ચીજો પર સાધારણ વાત કરી. લૉરેને જણાવ્યું કે મારી ફિલ્મ કેટલાક અઠવાડિયા પહેલા રિલીઝ થઇ છે. અને બૉક્સ ઑફિસ પર કમાલ કરી રહી છે. તે જણાવે છે કે તેની પંજાબી ફિલ્મે બૉક્સ ઑફિસ ધમાલ મચાવી દીધી હતી. જે બાદ લૉરેન લખે છે કે તે બૉલીવુડ ફિલ્મ કરવા માંગે છે. નાના રોલની ના પાડું છું જોઇએ હવે ક્યારે થાય છે.

મારી પસંદને કારણે સર્વાઇવ રી શક્યો
જેનો જવાબ આપતા સુશાંત કહે છે કે તું જાણે છે ટીવીથી ફિલ્મમાં આવવું બહુ મુશ્કેલ છે. પરંતુ હું મારી પસંદના કારણે સર્વાઇવ કરી શક્યો. પહેલા તારે ખુદને કન્વિન્સ કરવાની છે. જો મારા જેવો એવરેજ લુકિંગ છોકરો એવરેજ ટેલેંટ અહીં જગ્યા બનાવી શકે છે તો તું પણ બનાવી શકે.

મારા માટે લાંબો રસ્તો છે
તમારે પાસે બધું છે. ટેલેન્ટ અને કેલિબર. હું માત્ર સારો છું. કેમ કે મારી પાસે વધુ એવરજ છે. પરંતુ મારા માટે બહુ લાંબો રસ્તો છે.

વાતચીતે મારું દિલ તોડી દીધું
આ વાતને શેર કરતા લૉરેને લખ્યું કે આજે ફાઇનલી હું સુશાંત સાથે આટલા વર્ષોમાં વેટ્સએપ મેસેજ પર થયેલ વાતચીત પર નજર ફેરવી. મેસેજ વાંચતી વખતે એક અંશ મળ્યો જેણે એકવાર ફરી મારું દિલ તોડી દીધું.

જેવું સુશાંત કરતા હતા
આ વાતચીતમાં એકબીજાના સપના માટે પ્રેમ અને સપોર્ટ હતો. મને સુશાંત સાથે ઉંડું કનેક્શન લાગતું હતું, અમે બંને જ ઇન્ડસ્ટ્રીમાં બાહરી હતા. હું તમામને જણાવવા માંગુ છું ક આ પ્રેમ અન સપોર્ટથી એકબીજા સાથે વર્તવું જોઇએ, જેવું સુશાંત કરતા હતા.

હું આસપાસ ખુબ નેગેટિવિટી અને નફરત જોઇ રહી છું
હું આસપાસ ખુબ નેગેટિવિટી અન નફરત જોઇ રહી છું. હું તમને જણાવવા નથી માંગતી કે શોક કેવી રીતે મનાવીએ. આ અઠવાડિયે તો મારા વધુ ખરાબ હાલત છે. પરંતુ સુશાંતની વિરાસતનું સન્માન કરવાની બેસ્ટ રીત છે- Be The Bright, Beautiful, Loving Light
અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર લગાવ્યા ગંભીર આરોપ, ચેટ શેર કરી કહ્યુ- હું વિક્ટિમ કાર્ડનો શિકાર