For Daily Alerts
સૌથી મોટી ફેનના 100માં જન્મ દિવસને બિગ બીએ બનાવ્યો યાદગાર
મુંબઇ, 20 ઑગસ્ટ : સદીના મહાઅભિનેતા અમિતાભ બચ્ચને પોતાની એક ફેનનો જન્મદિવસ પોતાની વીડિયો ડિવીડી આપીને ખાસ બનાવી દીધો. આ મહિલાનો 100મો જન્મદિવસ હતો, અને તે એક બિમારીના કારણે અમિતાભ બચ્ચનને છોડીને સૌને ભુલી ચૂકી છે.
100 વર્ષની બિગ બીની આ ફેનને ભુલવાની બિમારી છે. તે કોઇને ઓળખતી નથી પરંતુ તે અમિતાભ બચ્ચનને નથી ભુલી. સાંતાક્રુઝમાં રહેનાર બર્નેડીન ડિસૂઝા નામની આ મહિલાને તેના જન્મ દિવસ પર અમિતાભ બચ્ચને એક ખાસ વીડિયો સંદેશ મોકલાવ્યો. એટલું જ નહીં અમિતાભે તેમના માટે એક ટ્વિટ પણ કર્યું છે.
અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું કે 'બર્નેડીન ડિસૂઝા નામની ફેન, જે 18 ઑગસ્ટના રોજ સો વર્ષની થઇ ગઇ છે. વીડિયો મેસેજ દ્વારા મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તે અલ્ઝાઇમરથી પીડિત છે, પરંતુ તેમને એક નામ યાદ રહે છે એબી. પરિવારના આગ્રહથી અભીભૂત છું.'
English summary
Big B recently made his 100 year old fan, Bernadine D'Souza, who is suffering from Alzheimer disease, happy by sending a personalized video on her 100th birthday.
Story first published: Tuesday, August 20, 2013, 17:13 [IST]