
કોણ છે સૂર્યવંશીમાં દેખાવા જઈ રહેલી હોટ એન્ડ સેક્સી નિહારિકા રાયજાદા?
સૂર્યવંશી ફિલ્મ દિવાળી પર 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર, કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી સૂર્યવંશીને જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. સૂર્યવંશીમાં કેટરીના કૈફ ઉપરાંત અન્ય અભિનેત્રી પણ જોવા મળશે. જેનું નામ નિહારિકા રાયજાદા છે. નિહારિકા રાયઝાદા પ્રખ્યાત સંગીત નિર્દેશક ઓપી નાયરની પૌત્રી છે અને પોતાના બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે. રોહિત શેટ્ટીની સૂર્યવંશીમાં નિહારિકા રાયઝાદાનો એક શાનદાર રોલ છે. તે અક્ષય કુમારની સામે એન્ટી ટેરરિસ્ટ ફીમેલ સ્ક્વોડ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. ચાહકોને સૂર્યવંશીમાં નિહારિકા રાયઝાદાનો દમદાર અવતાર જોવા મળશે.

5 નવેમ્બરે સુર્યવંશી રિલિઝ થશે
તમને જણાવી દઈએ કે 5 નવેમ્બરે ફિલ્મ સૂર્યવંશી લાંબા સમય બાદ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રોહિત શેટ્ટીએ આપેલા વચન મુજબ તે સૂર્યવંશીને થિયેટરમાં લાવશે અને આ વચન સાથે સૂર્યવંશી 5મી નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. અગાઉ ઘણી વખત સૂર્યવંશીની રિલીઝ ડેટ કોરોનાને કારણે બદલવી પડી હતી.

કોણ છે નિહારિકા રાયજાદા
નિહારિકા રાયઝાદા ભારતીય સંગીત દિગ્દર્શક ઓપી નાયરની પૌત્રી છે, જે યુરોપમાં ઉછરી છે. તેને લક્ઝમબર્ગમાં અભ્યાસ પૂરો કર્યો. આ પછી તેણે અમેરિકાથી એક્ટિંગનો કોર્સ કર્યો અને મોડલિંગમાં ઝંપલાવ્યું.

ફિલ્મોમાં ડેબ્યૂ
નિહારિકા રાયજાદાએ વર્ષ 2013થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલીવાર તે બંગાળી ફિલ્મ ડામાડોલમાં જોવા મળી હતી. આ પછી તે બોલિવૂડ અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચુકી છે.

ફિલ્મોમાં ડેબ્યૂ
નિહારિકા રાયજાદાએ વર્ષ 2013થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલીવાર તે બંગાળી ફિલ્મ ડામાડોલમાં જોવા મળી હતી. આ પછી તે બોલિવૂડ અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચુકી છે.

મોટી સફળતા
નિહારિકા રાયઝાદા વર્ષ 2010માં મિસ ઈન્ડિયા યુકે અને મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડની રનર અપ રહી હતી. તેણે સૂર્યવંશી પહેલા મસાન, ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રોહિત શેટ્ટી પર નિહારિકાએ શું કહ્યું?
નિહારિકા કહે છે કે રોહિત શેટ્ટી સેટ પર ખૂબ જ વ્યસ્ત રહે છે. પરંતુ તેણે આવીને મને ખૂબ મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું માર્ગદર્શન આપ્યું છે. તે પોતાની ટીમનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

સૂર્યવંશી માટે 3 મહિના ટ્રેનિંગ લીધી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિહારિકાએ ફિલ્મ સૂર્યવંશી માટે લગભગ 3 મહિના સુધી ટ્રેનિંગ લીધી અને તેનું પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરી છે.

ટોપલેસ ફોટોશૂટ
નિહારિકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટોશૂટ શેર કર્યા છે. આ તસવીરોમાં તે ટોપલેસ લુકમાં જોવા મળી રહી છે.

નિહારિકાનો બોલ્ડ અવતાર
નિહારિકાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.