સુશાંત સિંહના ઘરની બહાર દેખાયેલી મિસ્ટ્રી ગર્લનો રાઝ ખુલ્યો, ફરહાનની ગર્લફ્રેન્ડે જણાવ્યુ નામ
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિવંગત અભિનેતાના નિધનવાળા દિવસે એક યુવતી તેમના ઘરની બહાર દેખાઈ હતી જેને મિસ્ટ્રી ગર્લ કહેવામાં આવી રહી છે. આ યુવતી વિશે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની વાતો પણ કહેવામાં આવી રહી છે. કોઈએ આને રિયા ચક્રવર્તી ગણાવી તો કોઈએ તેને રિયાની દોસ્ત અને ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર ગણાવી. વાદળી ટીશર્ટ પહેરેલી આ મિસ્ટ્રી ગર્લના ઘણા ફોટા સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે તેણે માસ્ક પહેરેલુ છે જેના કારણે તેનો ચહેરો બરાબર જોઈ શકાતો નથી. હવે આ મામલે પોતાનુ નામ આવતા શિબાનીએ મૌન તોડ્યુ છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે આખરે આ યુવતી કોણ છે.

શિબાની દાંડેકરે શું કહ્યુ?
શિબની દાંડેકરે ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'આ ના તો હું છુ અને સિમોન છે. કૃપા કરીને અટકળો લગાવતા પહેલા તથ્યોની તપાસ કરી લો. આ તેમની(સુશાંત સિંહ રાજપૂત)ની પીઆર પર્સન રાધિકા નિહલાની અને તેમની આસિસટન્ટ છે. ફેક ન્યૂઝ ફેલાવવા બંધ કરો. બહુ થયુ. મારુ મૌન તમને એ અધિકાર નથી આપતુ કે તમે જૂઠ અને નફરત ફેલાવવાનુ ચાલુ રાખો.' મીડિયા રિપોર્ટ્સની માનીએ તો રાધિકા નિહલાની સુશાંતના મોતના સમાચાર સાંભળતા જ તેમના ઘરે પહોંચી હતી ત્યારે પોલિસે તેને અંદર જવા દીધી નહોતી.

ફોટા અને વીડિયો વાયરલ
આ દરમિયાન રાધિકા મીડિયાના કેમેરામાં કેપ્ચર થઈ ચૂકી હતી. તેના વિવિધ પ્રકારના ફોટા અને વીડિયો પણ અત્યારે અલગ અલગ દાવા સાથે ઘણા વાયરલ થઈ રહ્યા છે. રાધિકાનુ કનેક્શન સુશાંતના મોત સાથે જોડવામાં આવવા લાગ્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાધિકા નિહલાની સુશાંત સિંહ રાજપૂતની પીઆર હતી અને તેમની કંપની થિંક ઈન ફાઉન્ડેશનની કો-ફાઉન્ડર પણ છે. તે ફિલ્મ નિર્માતા અને સીબીએફસી ચીફ પહલાજ નિહલાનીના દીકરાની પત્ની છે. સુશાંત કેસમાં રાધિકાની પણ પૂછપરછ થઈ ચૂકી છે.

હવે સીબીઆઈ અને ઈડી કરી રહ્યા છે તપાસ
આ પહેલા પણ કહેવામાં આવ્યુ હતુકે મિસ્ટ્રી ગર્લ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની દોસ્ત જમીલા છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ કેસમાં અત્યારે ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સીબીઆઈએ સુશાંતા કથિત દોસ્ત સિદ્ધાર્થ પિઠાની અને તેમના સ્ટાફ નીરજ અને દિપેશ સહિત અન્ય લોકોની પૂછપરછ કરી છે. આ સાથે જ સુશાંતના ઘરે પણ સીબીઆઈ તપાસ માટે પહોંચી હતી. હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે રિયાને પણ જલ્દી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
ગુજરાત જળબંબાકાર, સિઝનનો 100 ટકા વરસાદ, 9 લોકોના પૂરથી મોત