
'જુડવા 2'માં કોણ દેખાય છે વધુ Hot? જેકલિન કે તાપસી?
વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલિન ફર્નાન્ડિસની ફિલ્મ 'જુડવા 2'નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. એક તરફ સોશિયલ મીડિયા પર વરુણ ધવનને સતત સલમાન ખાન સાથે કમ્પેર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જેકલિન અને તાપસીના હોટ અવતારના લોકો વખાણ કરી રહ્યાં છે. 'જુડવા 2'ના ટ્રેલરમાં આ બંને લીડિંગ એક્ટ્રેસિસ બિકિનીમાં જોવા મળી હતી.

જેકલિન ફર્નાન્ડિસ
લાઇટ યલો કલરની આ બિકિનીમાં જેકલિન અત્યંત સુંદર લાગી રહી છે. જેકલિન પહેલા પણ ફિલ્મોમાં બોલ્ડ અવતારમાં જોવા મળી છે. તેની આ તસવીરોએ લોકોની ફિલ્મ અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. તો સામે તાપસી પન્નુ પણ કંઇ ઓછી નથી.

કોણ કયો રોલ ભજવશે?
આ ફિલ્મમાં જેકલિન કરિશ્મા કપૂરના રોલમાં અને તાપસી રંભાના રોલમાં જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મ 'જુડવા'માં પણ બંને એક્ટ્રેસિસ એક સોંગમાં સ્વિમ વેરમાં જોવા મળી હતી, જે ત્યારના સમયનો બોલ્ડ અવતાર કહી શકાય.

તાપસી પન્નુ
બોલિવૂડમાં દર્શકોએ તાપસીને 'નામ શબાના' અને 'બેબી' જેવી ફિલ્મોમાં જ જોઇ છે, આથી તેમને માટે તાપસીનો આ ગ્લેમરસ અવતાર સરપ્રાઇઝ સમાન છે. તાપસી પન્નુ બિકિનીમાં પણ અત્યંત સુંદર લાગી રહી છે.

લીડિંગ એકટ્રેસિસ
વરુણ ધવન ભલે ફિલ્મમાં ડબલ રોલમાં હોય, પરંતુ ફિલ્મની લીડિંગ એક્ટ્રેસિસ પોતાના ગ્લેમરસ અવતારને કારણે મોટા પડદે છવાઇ ન જાય તો જ નવાઇ! આ ફિલ્મ 29 સપ્ટેમ્બર, 2017ના રોજ રીલિઝ થઇ રહી છે. વળી, ફિલ્મમાં સલમાનનો કેમિયો પણ છે. ટૂંકમાં એક સુપરહિટ ફિલ્મમાં જરૂરી તમામ મસાલો આ ફિલ્મમાં મળી રહેશે એમ લાગી રહ્યું છે.

2017 છે તાપસીનું વર્ષ
2017નું વર્ષ તાપસી પન્નુનું વર્ષ છે, એમ કહીએ તો ચાલે. આ વર્ષે તાપસીની આ 4થી હિંદી ફિલ્મ રીલિઝ થવા જઇ રહી છે. આ પહેલાં તેની 'રનિંગ શાદી', 'ધ ગાઝી અટેક' અને 'નામ શબાના' જેવી ફિલ્મો રીલિઝ થઇ ચૂકી છે. સાથે જ તેના હાથમાં 'તડકા' નામની અન્ય એક હિંદી ફિલ્મ પણ છે.

જેકલિન પણ છે રેસમાં
તો જેકલિન ફર્નાન્ડિસની પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'એ જેન્ટલમેન' 25 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. ત્યાર બાદ તેના હાથમાં 'ડ્રાઇવ' અને રેમો ડિસુઝાની અન્ય એક ફિલ્મ છે, જે વર્ષ 2018માં રીલિઝ થવાની શક્યતા છે.