• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Welcome 2015 : નવા વર્ષે દીપિકા-અનુષ્કા વચ્ચે કાંટાની ટક્કર

|
Google Oneindia Gujarati News
અનુષ્કા શર્મા આગામી 19મી ડિસેમ્બરનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા છે. અને કરે પણ કેમ નહીં, વર્ષ 2014માં અનુષ્કા શર્માની માત્ર એક જ ફિલ્મ આવનાર છે અને તે છે પીકે. એમ તો પીકે ફિલ્મનું મોટાભાગનું લાઇમલાઇટ અત્યાર સુધી આમિર ખાન જ મેળવી રહ્યા છે, પણ આશા કરી શકાય છે કે અનુષ્કાને આ ફિલ્મ વડે પોતાના કૅરિયરની સૌથી સફળ મળશે.
અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ વર્ષ 2013માં મટરૂ કી બિજલી કા મંડોલા રિલીઝ થઈ હતી કે જેનો ફ્લૉપ ફિલ્મોમાં સમાવેશ થયો હતો. ખેર, વીતી વાતો ભુલી આગળ વધીએ.

એનએચ-10, બૉમ્બે વેલ્વેટ, દિલ ધડકને દો

વર્ષ 2015ની વાત કરીએ, તો આ વર્ષે અનુષ્કાની એક-બે નહીં, પણ ત્રણ મોસ્ટઅવેટેડ ફિલ્મો સિલ્વર સ્ક્રીન પર આવનાર છે. માર્ચમાં અનુષ્કાના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ એનએચ 10 આવશે કે જેમાં અનુષ્કા પોતે લીડ રોલમાં છે. મેમાં રણબીર કપૂર સાથે અનુરાગ કશ્યપની બૉમ્બે વેલ્વેટ અને જૂનમાં ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મ આવશે.

અનુષ્કા શર્મા આ ત્રણે ફિલ્મો અંગે ખૂબ જ ઉત્સાહિત છે. અને હોય પણ કેમ નહીં, છેલ્લા બે વર્ષોથી અનુષ્કા પડદા પર કંઇક કમાલ નથી કરી શક્યાં. કદાચ એટલે જ તેમના સમકાલીન અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના કરતાં ઘણા આગળ નિકળી સ્ટાર બની ગયાં.

પીકૂ, બાજીરાવ મસ્તાની, તમાશા

બીજી બાજુ વર્ષ 2015માં દીપિકા પાદુકોણેની પણ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. એપ્રિલમાં શૂજીત સરકારની પીકૂ કે જેમાં દીપિકા અમિતાભ બચ્ચન સાથે લીડ રોલમાં છે. વર્ષાંતે દીપિકાની વધુ બે ફિલ્મો એક સાથે રિલીઝ થશે. તેમાં સંજય લીલા ભાનુશાળીની બાજીરાવ મસ્તાની તથા ઇમ્તિયાઝ અલીની તમાશાનો સમાવેશ થાય છે. બંને ફિલ્મો ખૂબ જ ખાસ છે.

બાજીરાવ મસ્તાનીમાં દીપિકા હાલના બૉયફ્રેન્ડ રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સાથે નજરે પડશે, તો તમાશામાં એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે દેખાશે.

ખેર, હવે જોવાનું એ રહેશે કે નવું વર્ષ એટલે કે 2015 કોના નામે રહેશે? અનુષ્કા કે દીપિકા? કારણ કે 2015 બંને અભિનેત્રીઓ માટે મહત્વની તક લઈને આવશે.

English summary
Anushka Sharma may have stayed away from limelight this year but 2015 could very well belong to her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X