For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Secret : અર્પિતાના લગ્ન 18મી નવેમ્બરે અને હૈદરાબાદ ખાતે જ કેમ થયાં?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 નેવમ્બર : અર્પિતા ખાનના લગ્ન અંગે હવે વાત નથી કરવાની. ભાઈ દુલ્હા-દુલ્હનને એકલા પણ છોડવા જોઇએ. હવે આપને બતાવીએ છીએ એક સીક્રેટ કે જેનો એક ટેલીવિઝન ચૅનલના માધ્યમથી ખુલાસો થયો છે.

હા જી, શું આપ જાણો છો કે અર્પિતાના લગ્નની તારીખ 18 નવેમ્બર જ કેમ રાખવામાં આવી? અર્પિતાના લગ્ન હૈદરાબાદ ખાતે જ કેમ યોજાયાં? હકીકતમાં 18મી નવેમ્બર ખાન પરિવાર માટે ખૂબ જ ખાસ દિવસ છે. એટલુ જ નહીં, હૈદરાબાદ સાથે સલીમ ખાન અને હેલનની યાદો જોડાયેલી છે. ખાન પરિવાર બૉલીવુડના ટૂટતા પરિવારો વચ્ચે દૃષ્ટાંત છે. મહેશ ભટ્ટે એક વખત અહીં સુધી કહ્યુહતું કે સલીમ ખાન અને તેમનો પરિવાર કોઈ મોઘલ સલ્તનતની જેમ છે.

તો ચાલો કરીએ ખુલાસો હૈદરાબાદ ખાતે અને 18મી નવેમ્બરે જ કેમ થયાં અર્પિતાના લગ્ન :

18મી નવેમ્બર છે ખાસ

18મી નવેમ્બર છે ખાસ

18મી નવેમ્બર, 164ના રોજ સલીમ ખાન અને સુશીલા ચરક લગ્નગ્રંથિથી જોડાયા હતાં. લગ્ન બાદ સુશીલા ચરક સલમા ખાન થઈ ગયાં અને 2 વરસ બાદ 1965માં તેમના જીવનમાં સલમાન આવ્યાં. લગ્ન પહેલા સલમા અને સલીમે 5 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યુ હતું. 18મી નવેમ્બર, 2014ના રોજ સલીમ-સલમાના લગ્નને 50 વર્ષ થયાં. આખો ખાન પરિવાર આ દિવસને ખૂબ ખાસ બનાવવા માંગતો હતો.

સલીમ-હેલનની મુલાકાત હૈદરાબાદમાં

સલીમ-હેલનની મુલાકાત હૈદરાબાદમાં

સલીમ ખાન અને હેલનની પહેલી મુલાકાત હૈદરાબાદમાં થઈ હતી અને બંને એક-બીજાની ખૂબ નજીક આવ્યા હતાં. પછી સલીમ અને હેલન વચ્ચે ખૂબ સારી મૈત્રી રહી. 80ના દાયકામાં સલીમના કારણે હેલનનું કૅરિયર ફરી પાટે ચઢ્યું અને પછી બંનેએ નિકાહ કર્યાં. જોકે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ આવી, પણ ધીમે-ધીમે સલીમે બધુ બરાબર કરી નાંખ્યું. આખો પરિવાર હવે એક સાથે ખુશીથી રહે છે. બસ, તેથી જ લગ્નનું સ્થળ હૈદરાબાદ રખાયું.

સલમાનનો 18મી નવેમ્બર પ્રેમ

સલમાનનો 18મી નવેમ્બર પ્રેમ

18મી નવેમ્બર તે જ તારીખ છે કે જે દિવસે થોડાક વર્ષ પહેલા સલમાન ખાન પોતે લગ્ન કરવાના હતાં. સલમાન પોતે પણ આ વાત સ્વીકારી ચુક્યા છે કે 18મી નવેમ્બરના દિવસે જ તેમના લગ્ન થવાના હતાં. હકીકતમાં સાજિદ નડિયાદવાલા અને સલમાન એક જ દિવસે લગ્ન કરવાના હતાં કે જેથી બંને સાથે મૅરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી શકે. 1999માં બંનેએ લગ્નનો નિર્ણય કર્યો, પણ એવુ ન થઈ શક્યું. પછી સાજિદે 2004માં લગ્ન કર્યાં.

સક્સેસફુલ લગ્ન

સક્સેસફુલ લગ્ન

તો ખાન પરિવાર માને છે કે 18મી નવેમ્બરે થયેલ લગ્નો લકી હોય છે. સલીમ ખાન આજે પણ સલમા ખાન સાથે જીવન વિતાવી રહ્યા છે, તો સલમાનના બેસ્ટ ફ્રેંડ સાજિદ પણ ખુશ છે. હવે આને અંધશ્રદ્ધા કહો કે લક ચાર્મ, પણ આ તારીખ ખાન પરિવારની ફૅવરિટ તારીખ છે.

સલમાનનો વારો

સલમાનનો વારો

સલમાનના લગ્નનો લોકોને ખૂબ ઇંતેજાર છે. તો શું સલમાન પણ 18મી નવેમ્બરના રોજ જ લગ્ન કરશે? તેઓ સાજિદને વાયદો પણ કરી ચુક્યા છે અને સલમાન વિશે સ્પષ્ટ છે કે તેઓ વાયદા તોડતા નથી. જોઇએ આ કમિટમેંટનું શું થાય છે?

English summary
Amidst the buzzes and hushes no one did bother as to why the Khans chose 18 november to get Arpita married and why the venue was Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X